• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Broker Houses Become Bullish On These Stocks And Raise Targets

આ 5 શેરોમાં બ્રોકરેજ હાઉસ બન્યા બુલિશ, ટાર્ગેટ વધારીને આપી રોકાણની સલાહ

નવી દિલ્હીઃચોથા ક્વાર્ટરના પરિણામો સાથે બ્રોકરેજ હાઉસીસે શેરોના ટાર્ગેટ પણ રીવ્યુ કરવાનું શરૂ કર્યું છે. બ્રોકિંગ ફર્મ્સ એવી કંપનીઓને અપગ્રેડ કરી રહી છે જેમનો દેખાવ સારો રહ્યો હોય કે પછી ગ્રોથ ઝડપી બનવાની ધારણા હોય. અમે અહીં એવા 5 શેરો જણાવી રહ્યા છે જેમના પર બ્રોકિંગ ફર્મ્સે ટાર્ગેટ વધાર્યા છે.

કેપિટલ ફર્સ્ટ

બ્રોકિંગ ફર્મ એડલવાઇઝે ફાઇનાન્સ સેક્ટરની કંપની કેપિટલ ફર્સ્ટ માટે પોતાનો ટાર્ગેટ વધાર્યો છે. તેણે રૂ.885ના ટાર્ગેટ સાથે રોકાણની સલાહ આપી છે. અગાઉનો ટાર્ગેટ 767 હતો. શેર ટાર્ગેટ નજીક પહોંચવાની સાથે ગ્રોથની શક્યતાના કારણે ટાર્ગેટ ઊંચે લઇ જવાયો છે. સોમવારે આ શેર રૂ.762 પર બંધ હતો. બ્રોકિંગ ફર્મ અનુસાર, ચોથા ક્વાર્ટરમાં ઓપરેટિંગ પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. ચોથા ક્વાર્ટરમાં સારા પરફોર્મન્સની આશા છે અને આગળ પણ આવકમાં ગ્રોથની આશા બનેલી છે.

અપોલો ટાયર્સ
 
બ્રોકિંગ ફર્મ જ્યોજિત ફાઇનાન્શિયલે અપોલો ટાયર્સમાં રેટિંગ અપગ્રેડ કરીને શેર માટે ટાર્ગેટ વધાર્યો છે. તેણે અગાઉના 232ના ટાર્ગેટને વધારીને 271 કર્યો છે અને તેમાં રોકાણની સલાહ આપી છે. તે અગાઉ શેર એક્યુમેન્ટ કરવાની સલાહ આપી હતી. બ્રોકિંગ ફર્મના મતે, ભારત અને યુરોપના કારોબારમાં વધારો થવાની ધારણા વધી છે. તેના કારણે હાલના નાણાકીય વર્ષની સાથે આગામી 2 વર્ષ આવકના અનુમાન વધાર્યા છે. ચીનથી ઇમ્પોર્ટમાં ઘટાડો થવાથી કંપની માટે પોઝિટિવ સંકેત બન્યો છે.
 
આગળ જાણો, અન્ય ક્યા શેરોમાં વધ્યા ટાર્ગેટ
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: broker houses become bullish on these stocks and raise targets
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.