• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Rupee Tumbles At Record Low Level At 68.86 Against Dollar

ડોલર સામે રૂપિયો 68.86ના રેકોર્ડ નીચા સ્તરે, ત્રણ વર્ષના તળિયે ગબડ્યો

ડોલર સામે રૂપિયો 68.86ના રેકોર્ડ નીચા સ્તરે, ત્રણ વર્ષના તળિયે ગબડ્યો
બિઝનેસ ડેસ્કઃ ડોલર સામે રૂપિયો ગુરુવારે 68.86ના રેકોર્ડ નીચા સ્તરે ગયો છે. ગુરુવારે રૂપિયો 18 પૈસાના ઘટાડા સાથે 68.36 પર ખુલ્યો હતો પરંતુ તરત વધુ ગબડીને 68.86ના નીચા સ્તરે અડ્યો હતો, જે રેકોર્ડ નીચું સ્તર છે. અગાઉ 28 ઓગસ્ટ 2013માં રૂપિયો 68.85ના સ્તરે અડ્યો હતો. એક્સપર્ટસના મતે રૂપિયો ડોલર સામે 69ના સ્તરે જઇ શકે છે. રૂપિયા ઘટવાથી મોંઘવારી વધવાના સંકેત મળે છે.
 
રૂપિયામાં કેમ ઘટાડો

- ગ્લોબલ માર્કેટમાં ડોલર મજબૂત થયો છે.
- મહિનાના અંત ભાગમાં ઓઇલ કંપનીઓ તરફથી ડોલરની માગ વધી તેથી ડોલરને ટેકો મળ્યો છે.
- યુએસ ફેડ દ્વારા વ્યાજ દર વધારવાનો સંકેત અને વિદેશી રોકાણકારો શેરબજારમાં વેચવાલ બનતા રૂપિયા પર દબાણ છે.
- ટ્રેમ્પની જીત પછી ડોલર સામે રૂપિયો 2.9 ટકા તૂટ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે તે અમેરિકામાં જોબ ગ્રોથ વધારવા ખર્ચ વધારશે. તેથી રોકાણકારો અમેરિકન બજાર તરફ વળી શકે છે.
 
69ના સ્તરે જઇ શકે છે રૂપિયો

- શેરબજારમાં ઘટાડાના કારણે બેન્કો અને આયાતકારો તરફથી ડોલરની માગ વધી છે.
- ઇન્ડિયા ફોરેક્સના સીઇઓ અભિષેક ગોયન્કાના જણાવ્યા અનુસાર, ઇક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારો પોતાના નાણાં ઉપાડી રહ્યા છે. એફઆઇઆઇનું રોકાણ ઘટવાથી રૂપિયા પર દબાણ આવ્યું છે.
- આ ઉપરાંત, અમેરિકામાં વ્યાજ દર વધવાના સંકેતથી રોકાણકારોનું વલણ ડોલર તરફી બન્યું છે. તેના કારણે કારણે રૂપિયામાં ઘટાડો આવ્યો છે. ગોયન્કાના જણાવ્યા પ્રમાણે ટૂંકા ગાળામાં રૂપિયો 69ના સ્તરે જઇ શકે છે.
 
આટલી ચીજો પર પડશે અસર

-રૂપિયામાં ઘટાડાના કારણે પેટ્રોલ, ડીઝલ, સોનુ, સાબુ, શેમ્પુ મોંઘા થઇ શકે છે.
- રૂપિયામાં ઘટાડાની અસર આયાત થતા મશીનો, વાહનોના પાર્ટસ અને વિદેશી શિક્ષણ તથા પ્રવાસ પરના ખર્ચ વધી શકે છે.
- રૂપિયામાં ઘટાડાના કારણે ઇમ્પોર્ટ બિલ વધવાથી પેટ્રોલ અને ડિઝલની કિંમત વધી શકે છે. ક્રુડમાં કોઇ ઘટાડો આવે તો પણ રૂપિયો નબળો પડવાથી તેની અસર નાબૂદ થઇ શકે છે.
- ડીઝલની કિંમત વધે તો મોંઘવારી વધી શકે છે. કારણ કે મોંઘા ડિઝલથી માલ પરિવહનનો ખર્ચ વધી જાય છે.
- રૂપિયામાં નબળાઇના કારણે ફિસ્કલ ડેફિસિટ પર દબાણ વધી શકે છે. તેના કારણે સરકારે ખર્ચને નિયંત્રણમાં લેવું પડે અને તેના પગલે ગ્રોથ પર દબાણ વધી શકે છે.
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rupee tumbles at record low level at 68.86 against dollar
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.