• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Reliance Jio Hit Telecom Sector Companies Earning In 3rd Q

જિયોની લોન્ચિંગ પછી ટેલિકોમ કંપનીઓ વચ્ચે વૉર, આ શેરોમાં રોકાણથી થશે ફાયદો

નવી દિલ્લી:મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની 4જી સર્વિસના લોન્ચિંગ બાદ એરટેલ, આઇડીયા અને આરકોમ જેવી લિસ્ટેડ ટેલિકોમ કંપનીઓને નફામાં માર પડ્યો છે. ત્યારે બાદ શરૂ થયેલી 'ફ્રી સર્વિસ' ની હરિફાઇને કારણે કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે અને તેમના ખર્ચાઓમાં પણ વધારો થયો છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામો પર નજર કરવામાં આવે તો લિસ્ટેડ કંપનીઓની કુલ આવકમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના જણાવ્યાં મુજબ ટેલિકોમ કંપનીઓમાં ગ્રોથની આશા છે.
 
જિયોએ આપ્યો 1873.5 કરોડનો ઝટકો

ટેલિકોમ કંપનીઓ એરટેલ, આઇડિયા, રિલાયન્સ કોમ્યુનિકેશને ત્રીજા ક્વાર્ટરમાં કુલ મળીને 1873.5 કરોડ રૂપિયાનું નુકશાન થયો છે. જિયોને કારણે ત્રીજા ક્વાર્ટરમાં એરટેલના નફામાં 957 કરોડની ઘટ આવી છે. તો આઇડિયાને 385.5 કરોડ અને આરકોમને 531 કરોડ રૂપિયાનું નુકશાન થયુ છે.
 
20 ટકા ઘટી આવક
 
રિલાયન્સ જિયો તરફથી ફ્રી સર્વિસ આપવાને કારણે ટેલિકોમ સેક્ટરમાં 20 ટકા આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો.
 
પ્રાઇસ વૉર થશે તેજ

કંપનીઓએ પોતાના ગ્રાહકોને જાળવવા માટે ડેટા સ્પીડ જાળવવા અને વર્ચુઅલ નેટવર્ક પ્લેટફોર્મને મજબુત રાખવા પર કામ કરવુ પડશે. રેટિંગ એજન્સી અનુસાર આવનાર દિવસોમાં વોડાફોન અને આઇડિયાના વિલય બાદ પ્રાઇસ વોર તેજ થઇ શકે છે. આ વિલયથી ટેલિકોમ ઇન્ડ્સ્ટ્રીમાં સ્પેક્ટ્રમ ડુપ્લિકેશન ખત્મ થશે.
 
ટેલિકોમ કંપનીઓ પર રહેશે દબાવ

એસએમસી ઇન્વેસ્ટેમટ્સ એન્ડ એડવાઇજર્સ લિમિટેડના રિસર્ચ હેડ સચિન સર્વદે જણાવ્યું હતું કે રિલાયન્સ જિયોનો દબાવ અન્ય કંપનીઓ પર રહેશે. રિલાયન્સ જિયોને ટક્કર આપવા ટેલિકોમ કંપનીઓએ અનેક ઓફર્સ નિકાળી છે.ટેલિકોમ કંપનીઓની આગળ આઉટપરફોર્મ કરવાની આશા ઓછી છે.
 
આગળ વાંચો, આવી રીતે બનાવો સ્ટોક્સમાં સ્ટ્રેટેજી...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reliance Jio Hit Telecom Sector Companies Earning in 3rd Q
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.