• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» RBI Notification Demonetization Cash Withdrawal

લીગલ નોટ જમા કરાવશો તો ઉપાડી શકશો વધુ પૈસા, આજથી વિડ્રોઅલની લિમિટ દૂર

લીગલ નોટ જમા કરાવશો તો ઉપાડી શકશો વધુ પૈસા, આજથી વિડ્રોઅલની લિમિટ દૂર
 
નવી દિલ્હીઃ RBI એ નોટ બેન બાદ એટલે કે 29 નવેમ્બરથી બેન્કોમાંથી કેશ ઉપાડવાની લિમિટ દૂર કરી છે. જોકે તમે જેટલી લીગલ નોટ જમા કરાવશો, તેટલી વધુ રકમ ઉપાડી શકશો. જો તમે 1,000-500ની જૂની નોટમાં પૈસા જમા કરાવી રહ્યો છે તો એક સપ્તાહમાં 24 હજાર ઉપાડવાની લિમિટ કાયમી રહેશે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, કેશ વિડ્રોઅલ પર લિમિટ હોવાને કારણે લોકો નોટ જમા કરાવી રહ્યાં નથી. તેના કારણે નવી નોટનું સરકયુલેશન નોર્મલ થઈ રહ્યું નથી. આ કારણે આ રાહત અપાઈ રહી છે.જાણો આ અંગેની વધુ વિગતો...
 
- અગાઉ કઈ લિમિટ હતી અને હાલ કઈ લિમિટ હશે ?
- અગાઉ તમે બેન્ક એકાઉન્ટમાં એક દિવસમાં 10 હજાર અને એક સપ્તાહમાં 24 હજાર રૂપિયા ઉપાડી શકતા હતા. હાલ એ લિમિટ હટાવવામાં આવી છે.
 
- આરબીઆઈ એ આમ કેમ કર્યું છે ?
- આરબીઆઈએ કહ્યું કે, એ વાત પ્રકાશમાં આવી છે કે લોકો કેશ વિડ્રોઅલની લિમિટ નક્કી થવાથી લીગલ ટેન્ડર વાળી નોટ બેન્કોમાં જમા કરાવી રહ્યાં નથી. આ કારણે કરન્સી નોટના સરકયુલેશનમાં ઘટાડો આવ્યો છે.
 
-  શું હું 1000 અને 500 રૂપિયાની જૂની નોટો લઈને ગયો, ત્યારે પણ વિડ્રોઅલની લિમિટ રહેશે નહિ ?
- ના, આવું નથી. આરબીઆઈનું નોટિફિકેશન કહે છે કે ખૂબ જ વિચાર કર્યા બાદ એ નક્કી કરવામાં આવ્યું છે. 29 નેવેમ્બર કે તેના પછી જો તમે લીગલ ટેન્ડર વાળી નોટ એટલે કે 10,20,50 અને 100ની અગાઉથી ચલણમાં છે એવી નોટ અને 500-2000ની નવી નોટોના રૂપમાં તમે 4000 રૂપિયા જમા કરાવ્યા છે તો પૈસા ઉપાડવાની લિમિટ 28,000 થઈ જશે. તે 24,000 છે.
 
- જેટલી નવી નોટ જમા કરાવીશું તેને ઉઠાવી શકાશે ?
- બેન્કમાં જો મોટી રકમ લીગલ નોટોમાં જમા કરાવી હશે તો તેને ઉપાડવાની કોઈ સીમા રહેશે નહિ. એટલે કે જો આજે તમે બેન્કમાં 2 લાખ રૂપિયા જમા કર્યા છે તો કાલે તે તમામ રકમ ઉપાડી પણ શકો છે. જોકે બાકીના નિયમો યથાવત જ રહેશે. એટલે કે સેવિંગ એકાઉન્ટમાંથી ઉપાડવાની સીમા સપ્તાહમાં 24 હજાર રૂપિયા અને કરન્ટ એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા રહેશે.
 
- આરબીઆઈએ કોને આપ્યા છે આ નિર્દેશ ? 
-આરબીઆઈએ પબ્લિક-પ્રાઈવેટ સેકટર સહિત તમામ બેન્કોમાં ચેરમેન, એમડી, સીઈઓને નોટિફીકેશન ઈસ્યુ કર્યું છે.
 
- અત્યાર સુધીમાં કેટલા પૈસા બેન્કમાં જમા થયા ?
-9 નવેમ્બરથી અત્યાર સુધીમાં બેન્કો અને એટીએમમાંથી લોકોએ 2.16 લાખ કરોડ રૂપિયા નીકાળ્યા છે. આ દરમિયાન બેન્કોમાં 8.11 લાખ કરોડ રૂપિયા જમા થયા છે.
 
- જો હું નવી લીગલ નોટોમાં 1 લાખ જમા કરું તો શું 1 લાખ રૂપિયા જ ઉપાડી શકુ ?
-આરબીઆઈના નોટિફેકશનનો આ જ અર્થ માનવામાં આવી રહ્યો છે. જોકે આ અંગેની સ્પષ્ટતા હજી બાકી છે.
 
- શું ATMમાંથી પૈસા ઉપાડવાની લિમિટ પણ ખત્મ થઈ ગઈ ?
-ના, તમારું જે બેન્કમાં એકાઉન્ટ છે તે બેન્કના એટીએમમાંથી તમે એક દિવસમાં 2500 રૂપિયા અને બીજી બેન્કના એટએમમાંથી એક દિવસમાં 2000 રૂપિયા નીકાળી શકો છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 
- પૈસા જમા કરવા પર કોઈ લિમિટ નથી ?
-તેમાં પણ કોઈ બદલાવ નથી. 30 ડિસેમ્બર સુધી તમે જૂની નોટની ગમે તેટલી રકમ જમા કરાવી શકો છે. જો નોટબેનના 50 દિવસમાં તમે 2.5 લાખ રૂપિયાથી વધુ જમા કરાવો છો તો તેના સોર્સ સાથે જોડાયેલા દસ્તાવેજો તમારી પાસે રાખો. તમારી પાસે જવાબ માંગવામાં આવી શકે છે.
 
- 500 અને 1000ની નોટ કયાં એકસચેન્જ થઈ રહી છે ?
-બેન્કોમાં કોઈ પણ નોટ એકસચેન્જ થઈ રહી નથી. તમે માત્ર જમા કરાવી શકો છો. એકસચેન્જ કરાવવી હોય તો તમે જૂની નોટ લઈને આરબીઆઈના 19 સેન્ટર પર જઈ શકો છો. ત્યાં 30 ડિસેમ્બર સુધી એક વ્યક્તિ 2000 સુધીના નોટ જ એકસચેન્જ કરાવી શકે છે.
-આરબીઆઈના 19 સેન્ટર્સ અમદાવાદ, બેંગલુરું, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ,ચેન્નાઈ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચ્ચિ, કોલકતા, લખનઉ, મુંબઈ, નાગપુર, પટના અને તિરુવનંતપુરમમાં છે.
 
- 500 અને 1000ની જૂની નોટ કયાં-કયાં ચાલી રહી છે ?
- 1000 રૂપિયાની નોટને તમે કોઈ પણ જગ્યાએ વાપરી શકશો નહિ.
- જોકે 15 ડિસેમ્બર સુધી 500 રૂપિયાની નોટને તમે પેટ્રોલ, ડીઝલ, ગેસ ફિલિંગ સ્ટેશન, પ્રી-પેડ સિમમાં રિચાર્જ અને પાણી-વિજળીના હાલના અને બાકીના બિલનું પેમેન્ટ કરવા જેવી 20 જગ્યાઓ પર વાપરી શકે છો.
 
- હાઈવે પર ટોલમાં કયાં સુધી છુટ છે ? કયારથી કઈ નોટ આપવાની રહેશે ?
- 2 ડિસેમ્બર સુધી હાઈવે પર ટોલ ટેકસમાં છૂટ છે. 3થી 15 ડિસેમ્બર સુધી ટોલ પર 500 રૂપિયાની જૂની નોટ ચલાવી શકાય છે.
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RBI Notification Demonetization Cash Withdrawal
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.