• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Old 500 Notes To Not Be Accepted By Railways, In Buses And Metro After December 10

મધરાતથી ટ્રેન, મેટ્રો અને સરકારી બસોમાં નહિ લેવાય 500 રૂપિયાની જૂની નોટ

મધરાતથી ટ્રેન, મેટ્રો અને સરકારી બસોમાં નહિ લેવાય 500 રૂપિયાની જૂની નોટ
નવી દિલ્હીઃ આજે મધરાતથી ટ્રેનો, મેટ્રો અને બસોમાં પમ 500 રૂપિયાની જૂની નોટો નહિ ચાલે. હવે જેમની પાસે 500 રૂપિયાની જૂની નોટ છે તેઓ માત્ર બેન્કમાં જમા કરી શકશે. અત્યાર સુધી આ નોટ રેલવે, મેટ્રો, સરકારી બસોમાં લેવાતી હતી. પરંતુ શુક્રવારે સરકારે એક આદેશમાં જણાવ્યું છે કે હવે જૂની કરન્સી રેલવે, મેટ્રો, સરકારી બસોમાં નહિ ચાલે.
 
સરકારે શું કહ્યું 

ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે 500 અને 1000 રૂપિયાની નોટોનો ઉપયોગ ખૂબ ઘટી ગયો છે. આ ઉપરાંત સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજન આપવા અનેક મહત્ત્વના પગલાં લીધા છે. તેથી રેલવે, બસ અને મેટ્રોમાં 500 રૂપિયાની નોટો લેવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
 
હજુ અહીં લેવાઇ રહી છે નોટ

હવે કેન્દ્ર તથા રાજ્ય સરકારોના ડિપાર્ટમેન્ટ્સમાં 500 રૂપિયાની નોટ લેવાઇ રહી છે. તેથી તમે મકાનવેરો, પ્રોપર્ટી ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેની ચૂકવણી કરવા આ નોટનો ઉપયોગ કરી શકો છો. તે ઉપરાંત, નેશનલ હાઇવે પર બનેલા ટોલ પ્લાઝા પર 200 રૂપિયાથી વધારે પેમેન્ટ કરવા પર 500 રૂપિયાની જૂની નોટ સ્વીકારાય છે. હજુ પેટ્રોલ પંપો પર પણ લેવાય છે, જે 15 ડિસેમ્બર સુધી જ લેવાશે.
 
1000 રૂપિયાની નોટ ગયા મહિને થઇ હતી બંધ
 
1,000 રૂપિયાની નોટ આ સેવાઓ માટે ગયા મહિને જ બંધ કરવામાં આવી હતી. હવે 500 રૂપિયાની નોટને પણ આ સેવાઓ માટે 10 ડિસેમ્બરથી આગળ વધારવામાં આવશે નહિ. અગાઉ 25 નવેમ્બરથી 1,000 રૂપિયાની નોટ માર્કેટમાં સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી હતી. જયારે 500 રૂપિયાની નોટને રેલવે, બસ, મેટ્રો સહિતના કેટલાક અન્ય યુટિલિટી કામો માટે 15 ડિસેમ્બર સુધી ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
 
15 ડિસેમ્બર સુધી ઉપયોગની જાહેરાત કરવામાં આવી હતી
 
અગાઉ સરકારે 24 નવેમ્બરે જાહેરાત કરી હતી કે 25 નવેમ્બરથી જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બેન્કોમાં એકસચેન્જ કરી શકાશે નહિ. 1000 રૂપિયાની નોટ માત્ર બેન્કમાં જમા કરી શકાશે. આ સિવાય તે કોઈ કામમાં આવી શકશે નહિ. જયારે 500 રૂપિયાની નોટ 15 ડિસેમ્બર સુધી રેલ્વે હોસ્પિટલ, પેટ્રોલ પંપ સહિત કેટલાક યુટિલિટી કામો માટે ઉપયોગ કરી શકાશે.
 
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Old 500 Notes To Not Be Accepted By Railways, In Buses And Metro After December 10
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.