• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Last Date To Use Old 500 And 1000 Rupee Notes

જૂની નોટ યુઝ કરવાનો છે આજે છેલ્લો દિવસ, કાલથી માત્ર બેન્કમાં જમા થઈ શકશે

નવી દિલ્હીઃ 500 અને 1,000 રૂપિયાની જૂની નોટ યુઝ કરવાનો આજે છેલ્લો દિવસ છે. બાદમાં નોટ વાપરી શકાશે નહિ. 24 નવેમ્બર બાદ જૂની નોટો માત્ર બેન્કમાં જમા કરી શકાશે. અત્યાર સુધીમાં જૂની નોટોનો ઉપયોગ પેટ્રોલ પંપ, સરકારી હોસ્પિટલો, મેટ્રો, પાણી, વિજળીનું બિલ ભરવા સહિતની 16 જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. સરકારના આદેશના જણાવ્યા પ્રમાણે, 24 નવેમ્બર સુધીમાં જૂની નોટોનો ઉપયોગ આ જગ્યાઓ પર કરી શકાશે. એવામાં ગુરૂવાર બાદ કોઈ પણ પેમેન્ટ જૂની નોટથી નહી થઈ શકે.
 
કયાં-કયાં કરી શકો છે યુઝ
 
નોટબંધી દરમિયાન સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટ યુઝ કરવા માટે કેટલીક ખાસ જગ્યાઓ પર 24 નવેમ્બર સુધી છૂટ આપી હતી. સરકારે 8 નવેમ્બર સુધી જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. તે સમયે સરકારે 72 કલાક સુધી પેટ્રોલ પંપ, સરકારી હોસ્પિટલ, રેલવે ટિકિટ બુકિંગ, મધર ડેરીના બુથ પર તેનો યુઝ કરી શકાશે તેમ કહ્યું હતું. 
 
72 કલાકની ફરી વધારી ડેડલાઈન
 
સરકારે જૂની નોટોનો ઉપયોગ કરવાની ડેડલાઈન એક વાર ફરી 72 કલાક માટે વધારી હતી. સાથે જ તેનો ઉપયોગ કરવા માટે જગ્યા પણ વધારી. સરકારની આગામી જાહેરાતમાં આ વખતે મેટ્રો ટિકિટ ખરીદવામાં, હાઈવેમાં ટોલ ચૂકવવામાં, એલપીજીની ચૂકવણી કરવામાં, ઈલેકટ્રિસિટી બિલ અને પાણીના બિલની ચૂકવણી કરવા જેવી ચીજો સામેલ કરવામાં આવી છે.
 
ત્રીજી વાર ડેડલાઈન વધારવામાં આવી 
 
બેન્કોની લાંબી લાઈન અને લોકોની પરેશાનીને જોતા સરકારે ત્રીજી વાર જૂની નોટોના ઉપયોગની ડેડલાઈન વધારી છે. આ વખતે ડેડલાઈન વધારીને 24 નવેમ્બર કરવામાં આવી છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર જૂની નોટોની ડેડલાઈનને એક વાર ફરી વધારી શકે છે.
 
16 જગ્યાઓ પર કરી શકાતો હતો જૂની નોટોનો ઉપયોગ
 
સરકારી હોસ્પિટલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, એરલાઈન્સ ટિકિટ, મિલ્ક બુથ, પેટ્રોલ પંપ, મેટ્રો રેલ ટિકિટ, ડોકટર દ્વારા લખવામાં આવેલી દવાઓ ખરીદવામાં, એલપીજી ગેસ, રેલવે કેટરિંગ, પાણી, વિજળીનું બિલ ભરવા, એસઆઈનું મોન્યુમેન્ટસ પર, કોઓપરેટિવ સ્ટોરર્સ પર, કોર્ટ ફીસ, સરકારી ટેકસ જમા કરવામાં 
 
આગળની સ્લાઈડમાં, બેન્ક અને એટીએમ પર હાલ શું છે સ્થિતિ...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Last Date To Use Old 500 And 1000 Rupee Notes
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.