• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Know How Shell Companies Convert Blackmoney Into White

શેલ કંપનીઓ પર સરકારનો પ્રહાર, આ રીતે ચાલે છે બ્લેકમનીને વ્હાઇટ કરવાનો ખેલ

નવી દિલ્હીઃનોટબંધી પછી બ્લેમનીની શોધ કરવા માટે સરકારે જોરદાર એકશન લીધું છે. જેમાં ઘણાં પોલિટિકલ લીડર્સના નામ પણ સામે આવ્યા છે. ઇડીની છાપેમારીમાં સેંકડો કંપનીઓના નામોનો ખુલાસો થયો છે. જેમાં બ્લેકમનીને વ્હાઇટ કરવામાં આવ્યા છે. સરકારને આશંકા છે કે દેશમાં લગભગ 9 લાખ શેલ કંપનીઓ છે. અમે અહીં શેલ કંપનીઓના રજિસ્ટ્રેશન, ઓપરેશન રીતે જણાવી રહ્યા છીએ.
 
શૅલ કંપનીઓ શું હોય છે

રૂપિયાની ગેરકાયદે હેરફેર નિશ્ચિંત પણે કરી શકાય માટે શૅલ કંપનીઓ ઊભી કરવામાં આવે છે. મામૂલી ચૂકતે રકમ સાથે શૅલ કંપની રચવામાં આવે છે. કંપનીઓ પાસે મોટી રિઝર્વ રકમ હોય છે. તેમનું રોકાણ શેરબજારમાં અનલિસ્ટેડ કંપનીમાં હોય છે. કંપનીઓનું દેખીતું કોઈ કામકાજ હોતું નથી.
 
કેવી રીતે થાય છે રજિસ્ટ્રેશન
 
એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે નામ નહીં છાપવાની શરતે જણાવ્યું કે શેલ કંપનીઓનું રજિસ્ટ્રેશન સામાન્ય કંપનીઓની જેમ જ થાય છે. તેમાં પણ ડાયરેકટર્સ હોય છે. રિટર્ન ફાઇલ થાય છે. પરંતુ તેમાં કોઇ કામ થતું નથી માત્ર કાગળ પર એન્ટ્રી થાય છે.
 
કયા કામમાં આવે છે
 
આ કંપની કાળાને ધોળા કરવાના કામમાં આવે છે. સીએના અનુસાર જો તમારી પાસે 50 લાખ છે તો તે 10 અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં નાંખી દેવામાં આવશે. પછી ખર્ચના નામે રૂપિયા કાઢી એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જેને મની લોન્ડરિંગ કહેવામાં આવે છે.
 
શું આ કંપનીઓ આપે છે ટેક્સ
 
માર્કેટ એક્સપર્ટના વિવેક મિત્તલના અનુસાર આ કંપનીઓ ટેક્સને સંપૂર્ણ રીતે બચાવે છે કે ઓછા રાખવાના પ્રયાસ કરે છે. જેમાં તમામ નાણાં એક્સપેન્સ તરીકે બતાવાય છે. જેથી ટેક્સ લાગતો નથી. 
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know How Shell Companies Convert Blackmoney Into White
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.