• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Exchange Of Old Rs 500, Rs 1,000 Notes Worth Rs 4,000 Allowed Only Once Till RBI Review

નવા રિવ્યુ સુધી એક વખતમાં રૂ.4000 સુધી જ 500-1000ની નોટો એકસચેન્જ કરાવી શકાશે

નવા રિવ્યુ સુધી એક વખતમાં રૂ.4000 સુધી જ 500-1000ની નોટો એકસચેન્જ કરાવી શકાશે
નવી દિલ્હીઃ આરબીઆઈ દ્વારા 30 ડિસેમ્બર 2016 સુધી એક વખતમાં 500 અને 1,000 રૂપિયાની નોટને એકસચેન્જ કરવવાની લિમિટ 4,000 રૂપિયા રાખવામાં આવી છે. જોકે કેટલાક લોકો આ લિમિટને 30 ડિસેમ્બર 2016 સુધી પ્રત્યેક દિવસની 4,000 રૂપિયા માની રહ્યાં છે. નોંધનીય છે કે, આરબીઆઈ તેના 8 નવેમ્બરના નોટિફેકેશનને રિવ્યુ ન કરે ત્યાં સુધી આ લિમિટ યથાવત રહેશે.  
 
આરબીઆઈની વેબસાઈટ પરના ફ્રિકવન્ટલી આસ્ક્ડ કવેશ્ચન(FAQ)અને નોટેફકેશનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, 500 અને 1000 રૂપિયાની નોટના બદલામાં બેન્ક અને પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભરીને અને આઈડી પ્રુફ આપીને રૂપિયા 4,000 સુધીની રકમ જ લઈ શકાશે. આ અંગેના નોટિફેકેશનમાં એક દિવસમાં રૂપિયા 4,000 બદલાવી શકાશે તેવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 
 
અગાઉના નોટિફેકેશનને આરબીઆઈ દ્વારા 15 દિવસ બાદ રિવ્યુ કરવામાં આવશે, એટલે કે 22 નવેમ્બર સુધી એકસચેન્જની લિમિટ 4000 રૂપિયા રહેશે. 8 નવેમ્બર બાદ આરબીઆઈ દ્વારા નવું કોઈ નોટિફેકેશન આ અંગે અત્યાર સુધીમાં બહાર પાડવામાં આવ્યું નથી. 
 
આ અંગેની ગેરસમજ હાલ આરબીઆઈની એટીએમ કેશ વિડ્રોઅલ ઈનસ્ટ્રકશનને કારણે થઈ રહી છે. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે 18 નવેમ્બર સુધી એટીએમમાંથી એક દિવસમાં માત્ર 2,000 રૂપિયા જ ઉપાડી શકાશે અને બાદમાં આ અંગેની લિમિટ 19 નવેમ્બરથી વધારીને રૂપિયા 4,000 કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ વ્યક્તિ જયારે એટીએમથી નાણાં ઉપાડે છે ત્યારે તે પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે, તે નાણાંનું એકસચેન્જ કરતો નથી. એટલે કે આરબીઆઈ દ્વારા 8 નવેમ્બરના તેના નોટિફેકેશનને જયાં સુધી રિવ્યું ન કરવામાં આવે ત્યાં સુધી વ્યક્તિગત એકસચેન્જની મર્યાદા માત્ર રૂપિયા 4,000 છે. 
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Exchange of old Rs 500, Rs 1,000 notes worth Rs 4,000 allowed only once till RBI review
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.