• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Metal» WSA: Expected Steel Demand Increase 5 Percent To 83.8 Mt News

સ્ટીલની માગ 5.4% વધીને 83.8 એમટી થાય એવી શક્યતા : WSA

સ્ટીલની માગ 5.4% વધીને 83.8 એમટી થાય એવી શક્યતા : WSA
નવી દિલ્હી:આ વર્ષે દેશમાં ક્રૂડની નીચી કિંમતો અને આર્થિક સુધારાને પગલે સ્ટીલની માગ અંદાજે 5.4 ટકા વધીને 83.8 મિલિયન ટન (એમટી) થયા એવી સંભાવના છે, એમ વર્લ્ડ સ્ટીલ એસોસિયેશને (ડબ્લ્યુએસએ) જણાવ્યું હતું. વૈશ્વિક ઉદ્યોગ સંગઠને અનુમાન કર્યું છે કે દુનિયાના ત્રીજા નંબરના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક દેશમાં સ્ટીલની માગ 2017ના વર્ષમાં 5.4 ટકા વધીને 88.3 એમટી થશે.
 
ભારતમાં ક્રૂડ ઓઇલની નીચી કિંમતોને કારણે સંજોગો ઊજળા છે અને આર્થિક સુધારા અને નીતિઓને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગના આઉઠપુટને કારણે સ્ટીલની માગમાં વધારો થાય એવી શક્યતા છે. ભારતમાં સ્ટીલની માગ 2016 અને 2017ના વર્ષમાં-બંને વર્ષમાં ટકાના 5.4 ટકાના દરે થશે અને એ 2017માં 88.3 એમટીએ પહોંચશે, એમ ડબ્લ્યુએસએએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. ઊભરતાં અર્થતંત્રોમાં મેન્યુફેક્ચરિંગની નિકાસ ખાસ કરીને એશિયામાં ચીનની માગ ઘટવાને કારણે ઘટી છે. એ જબાબત વિકસિત દેશોને પણ લાગુ પડે છે, કેમ કે એમાં પણ કન્ઝ્યુમર ગુડ્સ અને મશીનરીની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો.
 
 મેકેનિકલ મશીનરી, મેટલ ગુડ્ઝ અને અન્ય ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર નબળાં છે, પણ ઓટોમોટિવ ક્ષેત્રે ઘણા દેશોમાં મુખ્યત્વે માગ મજબૂત રહેવાને કારણે ગ્રોથ ઝડપી છે. ચીન સિવાય બાંધકામ ક્ષેત્ર અંદાજે ધીમું છે, પણ સ્થિર રિકવરી ખાસ કરીને ભારતમાં, ધ એમઈએનએ અને એસિયન પ્રદેશોમાં થઈ રહી છે. વૈશ્વિક સ્તરે 2016ના વર્ષમાં સ્ટીલની માગ 0.8 ટકા ઘટીને 1,488 એમટી થવાની આગાહી ડબ્લ્યુએસએએ કરી હતી, જ્યારે 2015ના વર્ષમાં એ ત્રણ ટકા ઘટી હતી.  જોકે 2017ના વર્ષમાં સ્ટીલની માગ 0.4 ટકા વધીને 1,494 એમટી થશે,એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્ટીલ માર્કેટ અપૂરતા મૂડીરોકાણ, ખર્ચ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના સતત નબળા દેખાવથી પીડાઈ રહ્યું છે.  ચીનમાં 2016ના વર્ષમાં સ્ટીલની માગમાં 4 ટકાનો ઘટાડો  થાય એવી શક્યતા છે. આયાત અટકે તો દેશમાં ઉત્પાદન  પણ વધી શકે તેમ છે.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: WSA: expected steel demand increase 5 percent to 83.8 Mt News
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.