• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Top 6 Biggest Indian Treasures Yet To Be Recovered

ભારતનાં આ ખજાના નથી શોધી શક્યું કોઈ, તેમાં છે અબજોની સંપત્તિ

નવી દિલ્હીઃભારતને એક સમયે 'સોને કી ચિડિયા' કહેવામાં આવતું હતું, કારણ કે એ દરમિયાન રાજાઓની વૈભવી જીવનશૈલીની ચર્ચા વિશ્વમાં હતી. જોકે આ સંપત્તિ વિશ્વભરના હુમલાખોરોને પણ પોતાની તરફ આકર્ષિત કરતી હતી. માટે જ એ સમયના રાજા પોતાનો ખજાનો બચાવવા માટે તેની સાથે જોડાયેલ જાણકારી ગુપ્ત રાખતા હતા. એ દરમિયાન ઘણાં ક્રૂર આક્રમણકારી ભલે રાજાની સત્તા આંચકી લેવામાં સફળ રહ્યા હોય પરંતુ તે તેમની ગુપ્ત ખજાનો મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતમાં આવા કેટલાય ખજાના છે જે આજે પણ શોધવાના બાકી છે. ભાસ્કર તમને દેશના આવા જ કેટલાક ખજાના વિશે જણાવી રહ્યું છે.

નાદિર શાહનો ખજાનો

નાદિર શાહએ 1739માં ભારત પર હુમલો કરી દિલ્હી પર કબ્જો કર્યો હતો. આ હુમલામાં હજારો નિર્દોષ લોકો માર્યા ગયા હતા સાથે સાથે નાદિર શાહે સમગ્ર દિલ્હીને પણ લૂંટી લીધું હતું. લૂંટવામાં આવેલ ખજાનામાં મયુર તખ્ત અને કોહિનૂર સહીત લાખોની સંખ્યામાં સોનાના સિક્કા અને મોટી સંખ્યામાં ઝવેરાત હતા. વર્ષોથી ચાલી આવેલ આ કથાઓ અુસાર કહેવાય છે કે, યુદ્ધના એ સમયમાં નાદિર શાહે સમગ્ર ખજાના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શક્યા ન હતા. પરત ફરતા સમયે નાદિર શાહના કાફલા સાથે જોડાયેલ મોટા અધિકારીઓએ આ ખજાનાનો કેટલોક હિસ્સો છુપાવી દીધો હતો. આ કિંમતની ખજાનાને આજે પણ શોધવાનો બાકી છે. 

આગળની સ્લાઈડ્સમાં જાણો...આવા જ અન્ય ખજાના વિશે...

નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 6 biggest Indian treasures yet to be recovered
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.