• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Agri» Sugar Production May Dip To 200l Ton, Can Cause Price Rise

200 લાખ ટન રહી શકે છે ખાંડનું ઉત્પાદન, કિંમતોમાં વધારો નિશ્ચિત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને ખાંડની મોંઘવારીનો નવો ઝટકો લાગનાર છે. શકયતા એવી છે કે આ વર્ષે ફેસ્ટિવલ સિઝન આવતા પહેલા ખાંડની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે. તેનું કારણ એવું છે કે ખાંડના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે. આ સિવાય ઉધોગો અને સરકારે ખાંડનું ઉત્પાદનનું અનુમાન ઘટાડયું છે.
 
ઈન્ડસ્ટ્રી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચાલું પેરાઈ સીઝન ( ઓક્ટોબર 2016થી સપ્ટેમ્બર 2017)માં ખાંડનું ઉત્પાદન ઘટીને 200 લાખ ટન સુધી રહી શકે છે. જયારે દેશમાં ચાલુ સિઝનમાં ખાંડની જરૂરિયાત લગભગ 250 લાખ ટન રહનાર છે. એવામાં જરૂરિયાતથી લગભગ 50 લાખ ટન ઓછું ઉત્પાદન થવાનું અનુમાન છે.
 
ખત્મ કરવી પડી શકે છે ખાંડ પરની આયાત
 
આવી સ્થિતિમાં સરકાર ખાંડ પરની આયાત હટાવી લે તો પણ ખાંડની એકસ-ફેકટરી કિંમત 40થી 42 રૂપિયાના સ્તર પર પહોંચી જશે. જે હાલના સમયમાં લગભગ 38 રૂપિયા કિલો ચાલી રહી છે. ગત સિઝન ( 2015-16)માં દેશમાં ખાંડનું ઉત્પાદન 251 લાખ ટન થયું હતું. જે જરૂરિયાત બરાબર હતી. જોકે 2014-15માં 284.63 લાખ ટન ઉત્પાદનના કારણે ચાલુ સિઝન (2016-17)ની શરૂઆતમાં લગભગ 30 લાખ ટન બાકી સ્ટોક હતો. આવી સ્થિતિમાં ચાલુ સિઝનમાં ખાંડની કુલ ઉપલબ્ધતા લગભગ 230 લાખ ટન રહેશે. જે જરૂરિયાત કરતા લગભગ 20 લાખ ટન ઓછી છે. એટલે કે ખાંડની આયાત લગભગ નક્કી છે અને કિંમતો પર નિયંત્રણ માટે ખાંડનું આયાત મુલ્ય સમાપ્ત કરવું પડશે.
 
સરકારે ખાંડનું ઉત્પાદન ઘટાડયું
 
જુલાઈ 2016માં પ્રાઈવેટ ખાંડની મિલોના સંગઠન ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા)એ 233.37 લાખ ટન ખાંડના ઉત્પાદનનું અનુમાન લગાવ્યું હતું. જયારે સહકારી ખાંડની મિલોની સંસ્થા નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ શુગર ફેકટરીઝ લિમિટેડે 230 લાખ ટન અને કેન્દ્ર સરકારે 225 લાખ ટન ખાંડના ઉત્પાદનનું અનુમાન લગાવ્યું હતું. જોકે જાન્યુઆરી 2017 આવતા-આવતા તમામ અનુમાનમાં ગડબડ થવા લાગી. ઈસ્માએ જાન્યુઆરી 213 લાખ  ટન ખાંડનું ફેરફાર કરેલું અનુમાન જાહેર કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આ અનુમાન વાસ્તવિક અનુમાનથી લગભગ 10 લાખ ટન વધુ છે. જોકે પાંચ રાજયોમાં ચૂંટણીના સમયે ખાંડની કિંમતોમાં ભારે વધારો થવાની શકયતાને કારણે બચવા માટે વધુ ઉત્પાદન બહાર પાડવામાં આવ્યું અને તેને લઈને ખાઘય મંત્રાલય પર પણ દબાણ રહ્યું છે.
 
મિલોને ફાયદો, જોકે ખેડૂતોને એરિયર 
 
સરકાર અને ઈન્ડસ્ટ્રીના ખોટા ઉત્પાદનના અનુમાનના કારણે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને સારી કિંમતનો ફાયદો ન મળ્યો. આ વર્ષે લગભગ 84 લાખ ટનની સાથે ઉતર પ્રદેશ સૌથી વધુ ખાંડના ઉત્પાદનવાળું રાજય થવા જઈ રહ્યું છે. જયારે મહારાષ્ટ્રનું ખાંડનું ઉત્પાદન લગભગ 50 ટકાથી ઘટીને 42 લાખ ટનની આસપાસ રહેનાર છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, ઈલેકશનના કારણે લટકયો આયાત મુલ્ય ખત્મ થવાનો નિર્ણય
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sugar Production May Dip To 200l Ton, Can Cause Price Rise
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.