• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Silver Price May Rise To Rs.42,000 Per Kilo In Short Term Say Exprets

ચાંદીનો ભાવ વધીને 42,000 થવાનું અનુમાન, સોના કરતા વધારે વળતરની ધારણા

નવી દિલ્હીઃગયા સપ્તાહમાં સોના કરતા ચાંદીની કિંમતમાં વધારે તેજી જોવા મળી હતી. સોનામાં રૂ.425નો વધારો થયો હતો, જ્યારે ચાંદીની કિંમત રૂ.600 વધી હતી. સોના કરતા ચાંદીમાં આગળ પણ તેજી ચાલુ રહેવાની ધારણા છે. કોમોડિટી એક્સપર્ટસ માને છે કે ચાંદીના ઉત્પાદનમાં ઘટાડો અને ઇન્ડસ્ટ્રીયલ માગમાં આગળ તેજી આવવાની શક્યતાના કારણે આગામી બે-ત્રણ મહિનામાં ચાંદીની કિંમત રૂ.42,000 પ્રતિ કિલોગ્રામ થઇ શકે છે. હાલ ચાંદીનો ભાવ રૂ.39,500ની આસપાસ છે.
 
આ ફેક્ટર્સ કરશે ચાંદીને સપોર્ટ
 
ચાંદીને મળશે ઇન્ડસ્ટ્રીયલ મેટલનો ફાયદો
 
કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાના કહેવા પ્રમામે ચાંદી રેર મેટલની સાથે ઇન્ડસ્ટ્રીયલ મેટલ પણ છે. ચાંદીનો ઉપયોગ ટેકનોલોજી, મેડીકલ, એનર્જી અને કન્સ્ટ્કશન ઇન્ડસ્ટ્રીમાં થાય છે. તેનો અર્થ એ કે ચાંદીને બે રીતે ફાયદો થશે. તે રેર મેટલ હોવાના કારણે તેજી આવશે. બીજુ, ઇકોનોમિક ગ્રોથ થવાથી ચાંદીની માગ વધતા તેમાં તેજી આવશે.
 
ગ્લોબલ સ્તરે ઘટ્યું ઉત્પાદન

- ધ વર્લ્ડ સિલ્વર સરવે 2017ના રીપોર્ટ અનુસાર, 2002 પછી પહેલીવાર 2016માં ગ્લોબલ લેવલે સિલ્વર માઇન પ્રોડક્શનમાં ઘટાડો આવ્યો છે. 2016માં ચાંદીનું ઉત્પાદન 0.6 ટકા ઘટીને 885.8 મિલિયન ઔંસ થયું હતું.
- માર્ચ ક્વાર્ટરમાં ચાંદીનું ઉત્પાદન 26 ટકા ઘટ્યું હતું. પેરુમાં ચાંદીનું ઉત્પાદન આશરે 10 ટકા ઘટ્યું છે. બેઝ મેટલનું ઉત્પાદન ઘટવાથી ચાંદીનું પણ ઉત્પાદન ઘટવાની ધારણા છે. તેથી ચાંદીની કિંમતોને સપોર્ટ મળશે.
 
સોલર પાવરમાં વધી માગ

ચાંદીમાં તેજીનો સંકેત એ બાબત પરથી મળી રહ્યો છે કે ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ માગ વધારે છે. અમેરિકા, ચીન અને ભારતમાં સોલર સેક્ટરની ગ્રોથ વધારે જોવા મળી રહી છે. તેનાથી આગળ પણ માગમાં તેજી આવશે. સોલર પાવરમાં ચાંદીની માગ 49 ટકા છે. ગયા વર્ષે સોલર પાવર સેક્ટરનો ગ્રોથ 50 ટકા રહ્યો હતો. આ વર્ષે તે વધવાની આશા છે.
 
ગ્લોબલ માગ વધી

સોલર ઇન્ડસ્ટ્રીમાં ચાંદીની ગ્લોબલ માગ 34 ટકા વધી છે. જ્યારે ઇન્ડસ્ટ્રીય માગમાં સોલરની 49 ટકા હિસ્સેદારી છે.
 
બેઝ મેટલમાં તેજીથી વધશે ચાંદીના ભાવ

એન્જલ કોમોડિટીના રીસર્ચ હેડ, અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, બેઝ મેટલમાં તેજીનો સપોર્ટ ચાંદીને મળે છે. તેમના મતે, આગામી થોડા મહિનામાં ચાંદીનો ભાવ 18 ડોલર પ્રતિ ઔંસ થઇ શકે છે. ચાંદીમાં આગામી 2-3 મહિનામાં 7થી 10 ટકા વળતર મળી શકે છે.
 
સોનાના બદલે ચાંદીમાં વધ્યું ફોકસ

- વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, જીએસટીથી સોનાની માગમાં ઘટાડો થવાનું અનુમાન છે. એવું અનુમાન છે કે સોનાને હાઇ ટેક્સ બ્રેકેટમાં રાખવામાં આવે એવી શક્યતા છે. એવું થશે તો સોનામાં રોકાણકારોનું ધ્યાન ઘટશે. વળી, ઇન્ડસ્ટ્રીયલ માગ વધવાથી ચાંદીમાં રોકાણકારોનું ધ્યાન વધશે.
- યુએસમાં વ્યાજ દર વધવાની ધારણાએ સોનાના ભાવ પર દબાણ રહી શકે છે. માત્ર ડોલરમાં ઘટાડાથી સોનાને ટેકો મળી શકે છે. જ્યારે અમેરિકા અને ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ વધવાથી રોકાણકારોનું ફોક્સ ચાંદી પર વધ્યું છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- સોના ચાંદીનો રેશિયો
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Silver price may rise to Rs.42,000 per kilo in short term say exprets
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.