• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Metal» Govt Extends Safeguard Duty On Steel Imports Till March 2018

સરકારે સ્ટીલ પર સેફગાર્ડ ડ્યૂટીની સમયમર્યાદા માર્ચ 2018 સુધી વધારી

સરકારે સ્ટીલ પર સેફગાર્ડ ડ્યૂટીની સમયમર્યાદા માર્ચ 2018 સુધી વધારી
 
નવી દિલ્હીઃસરકારે સ્ટીલ પર સેફગાર્ડ ડ્યૂટીની સમયમર્યાદા માર્ચ 2018 સુધી વધારી દીધી છે. સરકારે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સેફગાર્ડ ડ્યૂટી લગાવી હતી. મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઈસ પર ઇમ્પોર્ટ કરવામાં આવેલ સ્ટીલ પર સેફગાર્ડ ડ્યૂટી લગાવવામાં નહીં આવે. સેફગાર્ડ ડ્યૂટની સમય મર્યાદા આગળ વધારવાને લઈને સરકારે નિર્ણય કરવાનો હતો. સરકારે ઘરેલુ ઉદ્યોગને બચાવવા માટે ઇમ્પોર્ટેડ સ્ટીલ પર ટેક્સ લગાવ્યો છે. 

આ છે નવું ટેક્સ સ્ટ્રક્ચર

- સપ્ટેમ્બર 2015થી સપ્ટેમ્બર 2016 સુધી 20 ટકા એડ વોલેરમ ડ્યૂટી માઈનસ એન્ટી ડમ્પિંગ ડ્યૂટી આપવાના રહેશે. 
- સપ્ટેમ્બર 2016થી માર્ચ 2017 સુધી 18 એડ વોલેરમ ડ્યૂટી માઈનસ એન્ટી ડમ્પિંગ ડ્યૂટી આપવાના રહેશે. 
- માર્ચ 2017થી સપ્ટેમ્બર 2017 સુધી 15 એડ વોલેરમ ડ્યૂટી માઈનસ એન્ટી ડમ્પિંગ ડ્યૂટી આપવાના રહેશે. 
- સપ્ટેમ્બર 2017થી માર્ચ 2018 સુધી 10 એડ વોલેરમ ડ્યૂટી માઈનસ એન્ટી ડમ્પિંગ ડ્યૂટી આપવાના રહેશે. 

સરકારે વધારી સેફગાર્ડ ડ્યૂટીની સમયમર્યાદા

સ્ટીલ પ્રોડક્ટ પર 20 ટકા સેફગાર્ડ ડ્યૂટી લગાવવામાં આવી છે. સેફગાર્ડ ડ્યૂટીને આગળ ચાલુ રાખવી કે નહીં તેના પર સરકારે નિર્ણય લેવાનો હતો. સરકારે આજે 20 ટકા સેફગાર્ડ ડ્યૂટીને માર્ચ 2018 સુધી વધારી દીધી છે. 

સ્ટીલ પર પહેલેથી લાગેલ ટેક્સ

- સરકારે 5 ફેબ્રુઆરી 2016ના રોજ 173 સ્ટીલ પ્રોડક્ટ પર મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઈસ (એમઆઈપી) લગાવી દીધી હતી. આ પ્રોડક્ટ પર 341થી 752 ડોલર પ્રતિ ટનની વચ્ચે એમઆઈપી લગાવવામાં આવી છે. આ પ્રાઈસ છ મહિના સુધી ચાલુ રહેશે. 

- સરકારે પહેલા જ સ્ટીલ ઇમ્પોર્ટ પર સેફગાર્ડ ડ્યૂટી, કાઉન્ટરવેલિંગ, એન્ટી ડમ્પિંગ ડ્યૂટી અને ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવી છે. 

- સરકારે કોલ્ડ રોલ્ડ સ્ટીલ પર 4.6થી 57.4 ટકા સુધી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવી છે. એન્ટી ડમ્પિંગ ડ્યૂટી ચીન, અમેરિકા, સાઉથ આફ્રીકા, થાઈલેન્ડ અને તાઈવાનથી આવતા સ્ટીલ ઉત્પાદન પર લાગે છે. 

- સ્ટીલ પ્રોડક્ટ પર 20 સેફગાર્ડ ડ્યૂટી લગાવવામાં આવી છે. સેફગાર્ડ ડ્યૂટી આજે સરકારે સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. 

- સ્ટીલ પર અલગ અલગ રીતે 12.5થી 20 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગેલી છે. 

- સ્ટીલ અને સ્ટીલ એલોય પ્રોડક્ટ પર 10-12 ટકાની કાઉન્ટરવેલિંગ ડ્યૂટી લાગેલ છે. 

- સરકારે બીઆઈએસ સ્ટાન્ડર્ડ ધરાવતા સ્ટીલનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. આ 1 એપ્રિલ, 2016થી લાગુ થશે. 
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt extends safeguard duty on steel imports till march 2018
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.