• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Energy» Petrol, Diesel Prices To Change Every Day From May 1

હવે રોજ બદલાશે પેટ્રોલ-ડીઝલની કિંમતો, 1 મેથી 5 શહેરોમાં શરૂઆત

નવી દિલ્હીઃ સરકારી કંપનીઓ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ ફેરફારની યોજના લાગૂ કરવાની તૈયારી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર 1 મેથી 5 શહેરોમાં તેની શરૂઆત થઇ શકે છે. અત્યાર સુધી દર 15 દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે.
 
આ 5 શહેરોથી થશે શરૂઆત
 
સુત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં દક્ષિણ ભારતમાં પુડ્ડુચેરી અને વિઝાગ, પશ્ચિમમાં ઉદેપરુ અને પૂર્વમાં જમશેદપુર તેમજ ઉતરમાં ચંદીગઢથી તેની શરૂઆત કરવામાં આવશે. સરકારી રિફાઇનિંગ કંપનીઓ હાલ કરન્સી અને ગ્લોબલ ઓઇલ માર્કેટ્સમાં ઉતાર-ચઢાવના આધારે એક સપ્તાહ એટલે કે 15 દિવસમાં ફ્યૂઅલની કિંમતોમાં ફેરફાર કરે છે.
 
સરકારી કંપનીઓ કરે છે 90 ટકા આઉટલેટનું સંચાલન
 
આઇઓસી, એચપીસીએલ, બીપીસીએલ દેશમાં કુલ 90 ટકા રિટેલ આઉટલેટ્સનું સંચાલન કરે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય કંપનીઓ આ 5 શહેરોમાં લગભગ 200 ફ્યૂઅલ સ્ટેશન્સ છે.
 
 
આ સ્કીમને દેશભરમાં લાગુ કરવાની તૈયારી
 
આ આખા ઘટનાક્રમની જાણકારી રાખનારા સુત્રએ જણાવ્યું કે 5 શહેરોમાં ડેઇલી ડાયનેમિક પ્રાઇસિંગને લાગુ કરવાથી આ યોજનાને આગળ દેશભરમાં લાગુ કરવામાં આવનારી સમસ્યાઓને ઓળખવામાં મદદ મળશે. જો કે રિટેલર કંપનીઓ તરફથી આ અંગે કોઇ ટિપ્પણી નથી મળી શકી. સુત્રોના અનુસાર ભારતની પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસ્સાર પણ સરકારી રિટેલરની પહેલનું અનુસરણ કરી શકે છે. 
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Petrol, diesel prices to change every day from May 1
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.