• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Metal» Steel Product’S Minimum Import Price Will Remain Only For Six Months

173 સ્ટીલ પ્રોડક્ટ પર મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈસ નક્કી કરવામાં આવી

173 સ્ટીલ પ્રોડક્ટ પર મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈસ નક્કી કરવામાં આવી
નવી દિલ્હીઃ સરકારે ઘરેલુ સ્ટીલ સેક્ટરને રાહત આપવા માટે 173 સ્ટીલ પ્રોડક્ટ પર મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈસ લગાવી છે. આ પ્રોડક્ટ પર 341થી 752 ડોલર પ્રતિ ટન વચ્ચે એમઈપી લગાવવામાં આવી છે. નવા દર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે અને 6 મહિના સુધી ચાલુ રહેશે.
 
ચીન, જાપાનથી થતી સ્ટીલ ઈમ્પોર્ટમાં ઘટાડો થશે
 
સરકારના કહેવા મુજબ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ ઈન્ડસ્ટ્રીની પાઈપલાઈન સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી સ્ટીલ પ્રોડક્ટ પર આ દર લાગુ નહીં પડે. સ્ટીલ પ્રોડક્ટ પર ફ્લોર પ્રાઈસ નક્કી કરવાથી ચીન, સાઉથ કોરિયા અને જાપાનથી સ્ટીલ ઈમ્પોર્ટમાં ઘટાડો થઈ શકે છે. તેનાથી ઘરેલુ કંપનીઓને લાભ મળી શકે છે.
 
9 મહિનામાં સ્ટીલ ઈમ્પોર્ટ 29 ટકા વધી
 
એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન દેશમાં સ્ટીલ ઈમ્પોર્ટ 29.2 ટકા વધીને 83.9 લાખ ટન રહી છે. તેમાં એક તૃતીયાંશ હિસ્સો ચીનથી આવ્યો છે. દેશમાં સ્ટીલ સેક્ટર પર સૌથી વધુ દબાણ જોવા મળી રહ્યું છે. બેન્કોના જોખમવાળા ઋણમાં સૌથી વધારે હિસ્સો સ્ટીલ સેક્ટરનો છે. સ્ટીલ સેક્ટરને આપવામાં આવેલા 3 લાખ કરોડ રૂપિયાના ઋણ પર જોખમ ઉભુ થયું છે.
 
સ્ટીલ સેક્ટર પર દબાણ ભાવમાં ઘટાડાની સાથે સસ્તા ઈમ્પોર્ટના કારણે જોવા મળી રહ્યું છે. ઈન્ડસ્ટ્રી સતત ઈમ્પોર્ટને લઈને નિયમ કડક કરવાની માગ કરી રહી છે. ડિસેમ્બરમાં સરકારે ચીનથી ઈમ્પોર્ટ થતાં સ્ટેનલેસ સ્ટીલના કોલ્ડ રોલ્ડ ફ્લેટ પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવી હતી.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Steel product’s minimum import price will remain only for six months
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.