• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Gold Import Raised To 112 Percent In India

ભારતમાં 112% વધુ ઇમ્પોર્ટ થયુ સોનું, વેચાણ 5% વધ્યું, દુનિયામાં માંગ ઘટી

મુંબઇઃ  ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન સોનાની આયાતમાં 112% વધારો થયો છે. ગત વર્ષે માર્ચ ક્વાર્ટરમાં 127.4 ટન સોનું ઇમ્પોર્ટ થયું હતું. આ વખતે 270.1 ટન થયું છે. આ બે વર્ષમાં સૌથી વધુ છે. આ અગાઉ 2014ના અંતિમ ક્વાર્ટરમાં 279.5 ટન ઇમ્પોર્ટ થયું હતું. વર્લ્ડ ગોલ્ડ ગાઉન્સિલના અનુસાર ભારતમાં સોનાનું વેચાણ 15% વધ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં 123.5 ટન સોનાનો વપરાશ થયો, ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ડિમાંડ 107.3 ટન હતી. કિંમતના હિસાબે જોઇએ તો ડિમાંડમાં 18% વધારો થયો છે. રિપોર્ટ દર્શાવે છે કે ભારતના ઉલટ દુનિયાભરમાં સોનાની માંગ ઘટી છે. રૂપિયાની મજબૂતી અને નોટબંધીના કારણે ખરીદી વધી...
 
આ વર્ષે કેટલું સોનું ખરીદ્યું
 
- રિપોર્ટ અનુસાર, ગત વર્ષના માર્ચ ક્વાર્ટરના 27,540 કરોડની તુલનામાં આ વર્ષે 32,420 કરોડ રૂપિયાનું સોનું ખરીદવામાં આવ્યું. 2016માં 666.1 ટન સોનાની માંગ રહી. જે છ વર્ષમાં સૌથી ઓછી હતી. ઇમ્પોર્ટ પણ 39%  ઘટીને 557.7 ટન રહી ગઇ હતી.
 
ઇન્વેસ્ટમેન્ટ ડિમાંડ31.2ટન,14%વધારો
 
ઇન્વેસ્ટમેન્ટ માટે સોનાની માંગ માર્ચ ક્વાર્ટર દરમ્યાન 14 ટકા વધી. જે 27.5 ટનથી વધીને 31.2 ટન થઇ ગઇ.
 
દેશમાં જ્વેલેરીની માંગ16%વધી

- ભારતમાં જ્વેલરીની ડિમાંડ 16% વધુ, 92.3 ટન રહી. ગત વર્ષે તે 79.8 ટન હતી. કિંમતની રીતે જ્વેલરીની માંગ 18% વધી. આ 20,484 કરોડથી વધીને  24,220 કરોડ રૂપિયા થઇ ગઇ.
 
દુનિયાભરમાં ગોલ્ડ ઇટીએફની માંગ68%ઘટી

- ગ્લોબલ ટ્રેન્ડ ભારતથી ઉલટો રહ્યો. માર્ચ ક્વાર્ટરમાં દુનિયાભરમાં સોનાની માંગ 18% ટકા ઘટીને 1,034 ટન રહી ગઇ. ઇટીએફ અને સેન્ટ્રલ બેન્કોની ઓછી ડિમાંડ તેનું મુખ્ય કારણ રહ્યું. ગત વર્ષે જાન્યુઆરી માર્ચમાં ગ્લોબલ ડિમાંડ 1262 ટન હતી.

- જ્વેલરી માટે 481 ટન સોનાની માંગ રહી. આ ગત વર્ષથી થોડિક વધુ છે. તે પણ ભારતના કારણે, જ્યાં ડિમાંડ 16% વધી છે. આ ક્વાર્ટરમાં સોનાનો સપ્લાય 1,032 ટન રહ્યો, જે ગત વર્ષથી 12% ઓછો છે. 
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold Import Raised To 112 Percent In India
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.