• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Gold Prices Slid Rs.1000 In Seven Days To Rs.28,550 Per 10 Gram

સાત દિવસમાં 1000 રૂપિયા સસ્તું થયું સોનુ, 10 ગ્રામનો ભાવ રૂ.28,550

સાત દિવસમાં 1000 રૂપિયા સસ્તું થયું સોનુ, 10 ગ્રામનો ભાવ રૂ.28,550
નવી દિલ્હીઃ સોનાની કિંમતમાં સતત સાતમા દિવસે ઘટાડો આવ્યો છે. આ દરમિયાન સોનાનો ભાવ 1,000 રૂપિયા ગબડી ગયો છે. સોમવારે પણ સોનાની કિંમત રૂ.175 ઘટીને રૂ.28,550 પ્રતિ 10 ગ્રામ પર આવી ગઇ હતી. ઘટાડાનું કારણ ગ્લોબલ માર્કેટ અને સ્થાનિક માર્કેટમાં સોનાની માગમાં થયેલો ઘટાડો છે.
 
આ કારણોથી ગબડ્યું સોનુ

- ટ્રેડર્સે જણાવ્યું કે ગ્લોબલ માર્કેટ અને સ્થાનિક સ્તરે સોનાની માગ ઘટી જવાથી કિંમતમાં ઘટાડો આવ્યો છે. જોકે, વિદેશી બજારમાં રીકવરીથી સોના-ચાંદીને ટેકો મળ્યો છે.
- યુરોપીય યુનિયનના સમર્થક ઇમાનુએલ મેક્રોન ફ્રાંસમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી જતા સોનામાં 0.24 ટકા ઊછળો આવ્યો છે અને તે 1230.90 ડોલર પ્રતિ ઔંસ પર દેખાયું છે.
 
175 રૂપિયા ઘટ્યું સોનુ

- દિલ્હીમાં સોમવારે 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં રૂ.175નો ઘટાડો આવ્યો છે. આ ઘટાડા પછી સોનાની કિંમત ક્રમશઃ રૂ.28,550 અને રૂ.28,440 પ્રતિ 10 ગ્રામ થઇ છે.
- જ્યારે ગિન્નીનો ભાવ કોઇ ફેરફાર વિના રૂ.24,300 પ્રતિ 8 ગ્રામ પર પહોંચ્યો છે.
 
ચાંદીમાં 225 રૂપિયાનો ઘટાડો

-  આ ઉપરાંત ચાંદીની કિંમત પણ રૂ.225 ઘટીને રૂ.38,350 પ્રતિ કિલોગ્રામ થઇ છે.
-  આ ઘટાડાનું કારણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અને કોઇન મેકર્સમાં ઘટેલી માગ છે.
- સાત દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.150નો ઘટાડો થયો છે.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold prices slid Rs.1000 in seven days to Rs.28,550 per 10 gram
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.