• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Gold Prices Continue Increasing Following Rise In Geo-Political Tension

એક મહિનામાં રૂ.1500 જેટલું મોંઘુ થયું સોનુ, આ કારણોથી હજુ વધશે ભાવ

નવી દિલ્હીઃ ઘરેલું બજારમાં છેલ્લા 1 મહિનામાં સોનાનો ભાવ રૂ.1500 જેટલો વધી ગયો છે. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત રૂ.2,405 વધી ચૂકી છે. કોમોડિટી એક્સપર્ટ અને બુલિયન માર્કેટના જાણકારો માને છે કે હજુ સોનાની કિંમતમાં તેજી ચાલુ રહેશે અને જૂનના અંત સુધીમાં સોનાનો ભાવ ફરી 31,000 રૂપિયાની ઉપર જશે જે એક વર્ષ અગાઉ હતો. એક્સપર્ટ આખા વર્ષના સંદર્ભમાં પણ સોનામાં રોકાણને સુરક્ષિત માને છે. 
 
આ વર્ષે કેટલી વધી કિંમત
 
મહિનાના અંતે    10 ગ્રામનો ભાવ
ડિસેમ્બર 2016રૂ.27,445
જાન્યુઆરી 2017રૂ.28,942
ફેબ્રુઆરી 2017 રૂ.29,566
માર્ચ 2017  રૂ.28,463
13 એપ્રિલ 2017રૂ.29,850
 
 
કેડિયા કોમોડિટીના અજય કેડિયાનું કહેવું છે કે હાલમાં જ જે રીતે જિયો પોલિટિકલ ટેન્શન વધ્યું છે તેના કારણે સોના સપોર્ટ મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં વધેલી અનિશ્ચિતતાના કારમે સોનુ 5 માસની ટોચ પર પહોંચી ગયું છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં સોનામાં આવેલી તેજીથી ભારતમાં પણ સોનાના ફિઝીકલ માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાની કિંમત જ્યાં 1286 ડોલર પ્રતિ ઔંસ થઇ ગઇ છે ત્યારે ઘરેલુ માર્કેટમાં સોનુ રૂ.29,850 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે.
 
જૂનના અંત સુધીમાં 31,000ની પાર થઇ શકે છે સોનુ
 
એન્જલ બ્રોકિંગના અનુજ ગુપ્તાનું કહેવું છે કે સોના માટે પોઝિટિવ માહોલ છે અને સોનામાં હજુ તેજી ચાલુ રહેશે. જૂન સુધી સોનુ 30,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલે ટચ થઇ શકે છે. આ દરમિયાન ઘરેલું બજારમાં સોનુ 29,000 રૂપિયાથી લઇને 30,800 વચ્ચે કારોબાર કરતું જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં તે 1350 ડોલર પ્રતિ ઔંસને ટચ કરી શકે છે. જ્યારે અજય કેડિયા કહે છે કે પ્રથમ ક્વાર્ટરના અંત સુધી ગ્લોબલ માર્કેટમાં સોનુ નવેમ્બર 2016ના 1340 પ્રતિ ઔંસના લેવલને તોડીને 1380 ડોલર પ્રતિ ઔંસ પર જઇ શકે છે. ઘરેલુ માર્કેટમાં તે રૂ.31,000 પ્રતિ 10 ગ્રામ થઇ શકે છે.
 
આ કારણોથી રહેશે તેજી

- જિયોપોલિટિકલ ટેન્શનના કારણે ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતાની સ્થિતિ બની રહી છે. તેથી રોકાણ માટે સલામત (સેફ હેવન) ગણાતા સોના પ્રત્યે લોકોનું વલણ વધ્યું છે.
- આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાની કિંમત વધવાથી સ્થાનિક બજારમાં પણ ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ વધશે.
- યુએસ ફેડ દ્વારા આ વર્ષે એકથી વધુવાર વ્યાજ દર વધારવાની ધારણા ઓછી છે, તેથી સોનાને સપોર્ટ મળી રહ્યો છે.
- ધીમે ધીમે સોનામાં રોકાણની માગ સુધરી છે. આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે ઇટીએફમાં પણ હોલ્ડિંગ વધ્યું છે.
- એક મોટું કારણ છે સેન્ટિમેન્ટલ બાઇંગ. અખાત્રીજ નજીક છે તેથી લોકો સોનામાં ખરીદી કરશે.
- જ્યારે લોઅર સ્લેબમાં રખાશે તો જીએસટીમાં પણ સોનાને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- દીવાળી સુધી કેટલે જશે કિંમત
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold prices continue increasing following rise in geo-political tension
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.