• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Gold Prices Are Under Pressure Ahead Of US Fed Meeting To Decide Interest Rate

વ્યાજ દરનો નિર્ણય કરવા યુએસ ફેડની બેઠક, સોનાની કિંમત વધુ ઘટવાની શક્યતા

નવી દિલ્હીઃ વ્યાજ દર પર યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. એક્સપર્ટસ અને બુલિયન ટ્રેડર્સ પણ કહે છે કે આગામી 2 થી 3 મહિનામાં સોનાની કિંમતમાં ઘટાડો રહી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, યુએસ ફેડ જો વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય કરશે તો સોનાની કિંમતમાં કરેક્શન (ઘટાડો) જોવા મળી શકે છે. સ્થાનિક બજારમાં સોનુ હાલના સ્તરથી 2000 જેટલું તૂટીને રૂ.27,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી શકે છે.

ફેડની બેઠક પહેલા કરેક્શનનો દોર
 
ઉલ્લેખનીય છે કે યુએસ ફેડરલ રિઝર્વની બુધવારથી શરૂ થતી બેઠક પહેલાથી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર 27 ફેબ્રુઆરીના રોજ સોનુ 29,785ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. તે પછી તેની કિંમતમાં ઘટાડો શરૂ થયો છે. 14 માર્ચના રોજ એમસીએક્સ પર સોનાની કિંમત 28,094ના સ્તર પર હતી. એ જ રીતે, બુલિયન અથવા ફિઝિકલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. 26 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ રૂ.29,623 પ્રતિ 10 ગ્રામ હતો, જે ઘટીને 14 માર્ચના રોજ રૂ.28,900 પર આવી ગયો હતો.
 
27,000ના સ્તર સુધી ઘટી શકે છે સોનુ
 
કેડિયા કોમોડિટીના અજય કેડિયા કહે છે કે યુએસ ફેડની બેઠકમાં વ્યાજ દર વધારવાની શક્યતા 90 ટકા જેટલી છે. જો એવું થશે તો તે સોના માટે નેગેટિવ સમાચાર હશે અને ટૂંકા ગાળામાં કિંમત ઘટીને રૂ.27,000 પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. કિંમતમાં આ દબાણ આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધી જ રહેશે. કિંમત ઘટવાથી ફરી એકવાર ખરીદી આવશે.
 
નીચા સ્તરથી ફરી વધશે માગ

એન્જલ બ્રોકિંગના અનુજ ગુપ્તાએ જણાવ્યું કે યુએસની ઇકોનોમી સારી સ્થિતિમાં આવી ગઇ છે. તેથી સંકેત મળે છે કે યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં આગામી એક કે બે ક્વાર્ટરમાં વધારો કરવામાં આવે એવી શક્યતા છે. તેનાથી સોનાની કિંમતમાં ઘટાડાનું દબાણ રહેશે. જોકે, ત્રીજા ક્વાર્ટરથી સ્થાનિક બજારોમાં ખરીદીની માગ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક જિયોપોલિટિકલ ટ્રિગર્સ પણ છે, જે સોનાની કિંમતને ઊછાળી શકે છે. લાંબા ગાળે જોઇએ તો સોનામાં વર્ષના અંત સુધીમાં 10 ટકા રીટર્ન મળી શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો... સોનાની કિંમતને સપોર્ટ કરતા કારણો....
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold prices are under pressure ahead of US Fed meeting to decide interest rate
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.