• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Gold Price Tumbled To Two Month Lowest Level To 28,650 Ahead Of Fed Meeting

ફેડનો ફફડાટઃ સોનુ બે માસના સૌથી નીચા સ્તરે, 10 ગ્રામનો ભાવ રૂ.28,650 થયો

નવી દિલ્હીઃસોનાની કિંમતમાં ઘટાડાનો દોર ચાલુ રહ્યો છે. અમેરિકાની સેન્ટ્રલ બેન્ક યુએસ ફેડરલ રિઝર્વની બેઠક વ્યાજ દર અંગે નિર્ણય કરવા મળી રહી છે. તે અગાઉ સોનાની કિંમતમાં દબાણ જોવા મળી રહ્યું છે. બુધવારે સોનાનો ભાવ રૂ.250 ગબડીને રૂ.28,650 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો, જે છેલ્લા બે માસમાં સૌથી નીચું સ્તર છે. મંગળવારે પણ સોનાની કિંમત 150 રૂપિયા ઘટીને 29,000ના સ્તરની નીચે આવી હતી.
 
માગ પડી નબળી

ટ્રેડરો કહે છે કે યુએસ ફેડની બેઠકમાં વ્યાજ દર વધારવા અંગે સંકેત મળી રહ્યા છે. તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના પગલે ટ્રેડર્સ તરફથી પણ માગ નબળી પડી છે. વળી, લગ્નની મોસમ પૂરી થવાથી માગ ઘટી છે. એટલું જ નહિ, ડોલર સામે રૂપિયો મજબૂત થવાથી સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 0.42 ટકા ઘટીને 1198 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
 
ચાંદી પણ થઇ સસ્તી

ચાંદી પણ સસ્તી થઇ છે. બુધવારે ચાંદીની કિંમત રૂ.500 ઘટીને રૂ.40,300 પ્રતિ કિલોગ્રામ થઇ હતી. મંગળવારે ચાંદીનો ભાવ રૂ.40,800 હતો. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અને સિક્કા ઉત્પાદકો તરફથી માગ નબળી પડવાથી ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. ગ્લોબલ સ્તરે ચાંદીની કિંમત 0.65 ટકા ઘટીને 16.84 ડોલર પ્રતિ ઔંસ થયો છે.
 
સોનાની ગિન્ની પણ સસ્તી

દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં રૂ.250નો ઘટાડો થવાથી કિંમત અનુક્રમે રૂ.28,650 અને રૂ.28,500 પ્રતિ 10 ગ્રામ થઇ છે. મંગળવારે તેમાં રૂ.150નો ઘટાડો થયો હતો. ગિન્નીનો ભાવ રૂ.100 ઘટીને રૂ.24,200 પ્રતિ નંગ થયો છે.
 
ચાંદીના સિક્કા પણ થયા સસ્તા

ચાંદીના સિક્કા રૂ.1000નો ઘટાડો થવાથી ખરીદી માટે રૂ.70,000 અને વેચાણ માટે રૂ.71,000 પ્રતિ સેંકડા આવ્યા છે.
 
આગળ વાંચો- ફેડ વ્યાજ દર વધારશે તો સોનુ કેટલું ગબડશે... જાણો એક્સપર્ટસનો મત..
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold price tumbled to two month lowest level to 28,650 ahead of Fed meeting
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.