• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Gold May Remain Weak And Price Can Slid By 1000 Rupees In 2 Months

સોનાના ભાવમાં ઘટાડાના અણસાર, બે મહિનામાં 1000 રૂપિયા સસ્તું થઇ શકે છે સોનુ

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે નબળી માગ અને મજબૂત યુએસ ડેટાના કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. અમેરિકામાં અર્થતંત્ર સારું રહેવાના સંકેતથી જૂનામાં મળનારી યુએસ ફેડની બેઠકમાં વ્યાજ દર વધવાની શક્યતા વધી છે. તેના કારણે સોનાના ભાવ પર દબાણ રહેવાની ધારણા છે. કોમોડિટી એક્સપર્ટ કહે છે કે આગામી 2 મહિના માટે સોનાનું આઉટલૂક નેગેટિવ જણાઇ રહ્યું છે. જૂનના અંત સુધી કે જુલાઇની શરૂઆતમાં કિંમત 27,500 પ્રતિ 10 ગ્રામ આવી શકે છે.
 
સોનાના ભાવમાં કેટલો ઘટાડો

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે સપ્તાહમાં ગ્લોબલ માર્કેટમાં સોનાની કિંમત 5 ટકાથી વધારે ઘટી ચૂકી છે. 16 એપ્રિલે સોનાની કિંમત 1289 ડોલર પ્રતિ ઔંસ પર હતી ત્યારે મંગળવારે સિંગાપોરમાં સોનુ 1226 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું હતું. સ્થાનિક માર્કેટમાં પણ સોનુ છેલ્લા એક સપ્તાહમાં 1000 રૂપિયા ગબડ્યું છે. એપ્રિલના અંતમાં સોનાની કિંમત ભારતીય બુલિયન માર્કેટમાં રૂ.29,550 પ્રતિ 10 ગ્રામ હતી, જે મંગળવારે રૂ.28,570 પ્રતિ 10 ગ્રામ પર આવી હતી.
 
સોનાની કિંમત પર દબાણ કેમ

કેડિયા કોમોડિટીના અજય કેડિયાના જણાવ્યા અનુસાર, યુએસના તાજા ડેટામાં સ્પષ્ટ છે કે ત્યાં ઇકોનોમી સતત વૃદ્ધિ કરી રહી છે. તેનાથી ઇક્વિટી માર્કેટમાં રોકાણ વધ્યું છે. સોનામાં રોકાણ ઘટ્યું છે. અર્થતંત્ર સારું રહેવાના સંકેતથી યુએસ ફેડની આગામી મીટિંગમાં વ્યાજ દર વધારવામાં આવે એવી શક્યતા છે. તેનાથી સોનાના ભાવ પર આગળ દબાણ જોવા મળી શકે છે. 

એન્જલ બ્રોકિંગના કોમોડિટી એન્ડ કરન્સીના રીસર્ચ હેડ, અનુજ ગુપ્તા કહે છે કે ડોલર ઇન્ડેક્સમાં સુધારો થયો છે. બીજી બાજુ, ભારતમાં પણ શેરબજાર સારો દેખાવ કરી રહ્યું છે તેથી રૂપિયો મજબૂત થયો છે. આ કારણોથી સોનામાં કિંમત ઘટી છે.
 
આગળ વાંચો- સોનાના ભાવમાં ઘટાડે આવશે ખરીદીની તક...
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold may remain weak and price can slid by 1000 rupees in 2 months
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.