• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Gold And Silver Prices Are In Downward In Four Days Following Weak Global Cues

ચાર દિવસમાં રૂ.850 સસ્તું થયું સોનુ, ચાંદી 42,000ની નીચે ગબડી

ચાર દિવસમાં રૂ.850 સસ્તું થયું સોનુ, ચાંદી 42,000ની નીચે ગબડી
નવી દિલ્હીઃ સોનાની કિંમતમાં ચાર દિવસથી ઘટાડો ચાલુ રહ્યો છે. સોનામાં ગુરુવારે ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આ ચાર દિવસમાં સોનાના ભાવમાં રૂ.850 પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો છે. એ જ રીતે. ચાંદીની કિંમતમાં પણ ઘટાડો ચાલુ રહેતા તે 42,000 પ્રતિ કિલોના સ્તરની નીચે આવી ગઇ છે.
 
ગુરુવારે સોનામાં રૂ.250નો ઘટાડો
 
ગુરુવારે સોનાની કિંમત રૂ.250 પ્રતિ 10 ગ્રામ ઘટીને રૂ.29,250 થઇ હતી. બુધવારે સોનુ 50 રૂપિયા સસ્તું થયું હતું. આની પહેલાના બે સેશનમાં પણ સોનાના ભાવમાં રૂ.550 પ્રતિ 10 ગ્રામ ઘટાડો જોવા મળ્યો હતો. ડીલર્સના જણાવ્યા અનુસાર, ઘરેલુ માર્કેટમાં હાલ ડિમાન્ડ નથી.
 
ગ્લોબલ માર્કેટમાં પણ દબાણ

વળી, વૈશ્વિક બજારમાં પણ સંકેત અનુકૂળ નથી. આગામી સપ્તાહમાં ફેડરલ રિઝર્વની બેઠકમાં દર વધવાની સંભાવના છે. ડોલરમાં તેજીના અનુમાનથી રોકાણકારો સોનાથી દૂર થઇ રહ્યા છે. તેથી ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમત પર દબાણ વધ્યું છે. સિંગાપોર માર્કેટમાં સોનુ 0.3 ટકા ઘટીને 1204.28 ડોલર પ્રતિ ઔંસ થયું છે.
 
ચાંદી રૂ.42,000ની નીચે ગબડી

ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 42,000ના સ્તરની નીચે પહોંચી ગઇ છે. ગુરુવારે ચાંદીના ભાવમાં રૂ.600 પ્રતિ કિલોગ્રામ ઘટાડો થવાથી તે રૂ.41,500ના સ્તરે આવી ગઇ છે. ચાંદીમાં ઘટાડાનું કારણ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં આવેલો ઘટાડો છે.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gold and silver prices are in downward in four days following weak global cues
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.