• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Continuous Decreasing Returns In Gold And Silver Investments Craze Down

સોના તથા ચાંદીમાં સતત ઘટતા જતા રિટર્નથી ઇન્વેસ્ટમેન્ટ ક્રેઝમાં ઓટ

સોના તથા ચાંદીમાં સતત ઘટતા જતા રિટર્નથી ઇન્વેસ્ટમેન્ટ ક્રેઝમાં ઓટ
અમદાવાદ: સેફહેવન એવા સોના-ચાંદીના રોકાણકારો સતત આ સેગમેન્ટમાંથી ખસી રહ્યાં છે કેમકે ઇક્વિટી તેમજ અન્ય રોકાણના સેગમેન્ટમાં રોકાણકારોને સારૂ રિટર્ન મળી રહ્યું છે. અખાત્રીજની ખરીદીનો ઉત્સાહ રોકાણકારોમાં સતત ઘટી રહ્યો છે.  છેલ્લા એકાદ સપ્તાહમાં સોનામાં 800 અને ચાંદીમાં 1500થી વધુનો ઘટાડો થયો હોવા છતાં આજે ખરીદીમાં પ્રતિસાદ નબળો રહ્યો હતો.

સોના-ચાંદી સામે ઇક્વિટીમાં રિટર્ન રોકાણકારોને વધુ મળી રહ્યું હોવાથી સોના-ચાંદીની ખરીદીથી રોકાણકાર દૂર ખસી રહ્યાં છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સમાં 12 ટકા, નિફ્ટીમાં 14 ટકા જેટલું આકર્ષક રિટર્ન છુટ્યું છે તેની સામે સોના તથા ચાંદીમાં સરેરાશ 3 થી 4 ટકા જ વળતર મળ્યું છે જેના કારણે સોનાની ખરીદી સતત ઘટી રહી છે.

જાન્યુઆરીની શરૂમાં સેન્સેક્સ 26595 હતો જે અત્યારે વધીને 29918, નિફ્ટી 8180 થી વધી 9304 બોલાઇ ગઇ છે. જ્યારે સોનું 28300 હતુ તે નજીવું વધીને 29500 અને ચાંદી 39500 થી નજીવી વધીને 40500 બોલાઇ ગઇ છે. જ્યારે રૂપિયો 6 ટકા સુધી મજબૂત બનીને 68.22 થી વધી 64.24 ક્વોટ થવા લાગ્યો છે.

અખાત્રિજે બૂલિયનમાં ખરીદી સાવ નહિંવત્ રહેવા સામે જ્વેલરીમાં પણ ઉત્સાહ પડી ભાંગ્યો છે. ખાસકરીને ચાલુ વર્ષે મૂહુર્તો ન હોવાના કારણે લગ્નસરાની ખરીદી પણ જોવા મળી નથી. સરેરાશ 20-25 ટકા સુધી વેપાર ઘટી ગયા છે. આજે સોનું અમદાવાદ ખાતે નજીવું 100 વધી 29500 અને ચાંદી જળવાઇને 40500 ક્વોટ થતી હતી. વૈશ્વિક બજારોમાં સોના-ચાંદી પણ ભાવ સપાટી નજીવી રેન્જમાં અથડાઇ ગઇ હતી.

દિવેલની નબળી માગથી એરંડામાં મંદી
ડોલર સામે રૂપિયો સતત મજબૂત બની રહ્યો હોવાથી છેલ્લા કેટલાક મહિનાથી દિવેલની નિકાસ સતત ઘટી રહી છે. દિવેલની નબળી માગના કારણે એરંડાના ઉત્પાદનમાં મોટો કાપ છતાં હાજર તેમજ વાયદામાં ભાવ સપાટી તૂટી રહી છે. આજે એરંડા વાયદો વધુ બે ટકાથી ઘટીને 4700ની સપાટી અંદર 4675 બોલાવા લાગ્યો છે. હજુ ઘટીને 4600 સુધી પહોંચી જાય તેવા સંકેતો છે. જોકે, પાક આઠ લાખ ટનથી પણ ઓછો આવશે તેવા અહેવાલે વૈશ્વિક તેમજ સ્થાનિકમાં માગ ખુલતા ફરી ઝડપી તેજી થવાનું ધ્યાન એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. અન્ય એગ્રી કોમોડિટીમાં પણ નિકાસ વેપારો અટકી જતા નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો છે. ધાણા-કપાસમાં મંદી ઉપરાંત ક્રૂડમાં ઘટાડાના કારણે ગવાર-ગમમાં પણ ભાવ ઘટાડા તરફી ચાલ દર્શાવી રહ્યાં છે. વૈશ્વિક ખાદ્યતેલોમાં મંદીના કારણે અને સ્થાનિકમાં નવી મગફળીની આવકો તથા માગ અભાવે તમામ ખાદ્યતેલોમાં ભાવ સપાટી ધીમી ગતીએ ઘટી રહી છે.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: continuous decreasing returns in gold and silver Investments craze down
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.