• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Gold Silver »Facts» These Five Companies Explores Treasure Filled With Gold Silver

દરિયામાં ડૂબેલા ખજાના શોધે છે આ 5 કંપનીઓ, અબજોનો છે કારોબાર

બિઝનેસ ડેસ્કઃ સોનું, ચાંદી, હીરા, ઝવેરાતથી ભરેલા ખજાનાની શોધ વિશે તમે ફિલ્મોમાં બહુ સાંભળ્યું હશે. તે માત્ર કથા લખનારની કલ્પનાનો હિસ્સો હોય છે, પરંતુ હકીકતમાં કેટલીક કંપનીઓ વિશ્વમાં માત્ર ખજાનો શોધવાનું જ કામ કરે છે. આ કોઈ શોખ નથી, પરંતુ એક ઉદ્યોગ છે. આ ઉદ્યોગમાં રોકાણકારોની સાથે સાથે માર્કેટિંગ અને વૈજ્ઞાનિકોની મોટી ટીમ બની ગઈ છે. રોકાણકારોની મદદથી આ કંપનીઓ ખજાનો શોધે છે. ભાસ્કર તમને અહીં વિશ્વની કેટલીક એવી કંપનીઓ વિશે જણાવી રહ્યું છે, જેમનું કામ માત્ર ખજાનો શોધવાનું જ છે. 

1. ઓડિસી મેરિન એક્સ્પ્લોરેશન

અમેરિકાની લિસ્ટેડ કંપની ઓડિસી મેરિન એક્સ્પ્લોરેશન સમુદ્રમાં ડૂબી ગયેલો ખજાનો શોધે છે. કંપની ખજાનામાં સોનું, ચાંદીના ઝવેરાતની સાથે ડૂબી ગયેલા જહાજના ટૂકડા, કલાકૃતિઓ, એન્ટિક આઈટમ પણ વેચાણ માટે રાખે છે. 2013માં કંપનીએ સૌથી વધુ ઊંડાણમાંથી કાર્ગો કાઢવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કંપનીએ 15,000 ફૂટ ઊંડાણમાં પડેલા એમએસ ગેરસોપ્પા જહાજના અવશેષોમાંથી 61 ટન ચાંદી કાઢ્યું હતું. 

- વર્ષ 2012માં કંપનીએ આ જહાજમાંથી 48 ટન ચાંદી કાઢ્યું હતું. આ જહાજ 1941માં દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન ડૂબી ગયું હતું. 
- વર્ષ 2003માં કંપનીએ અમેરિકન સિવિલ વોર દરમિયાન એસએસ રિપબ્લિક શોધ્યું હતું. તેમાંથી કંપનીએ 51,000 સિક્કા અને 14,000 જેટલી આર્ટિટેક્ટ (કલાકૃતિઓ) મળી હતી. 
- વર્ષ 2007માં કંપનીએ 17 ટન જેટલાં સોના અને ચાંદીનાં સિક્કાં શોધ્યાં હતાં. 
- વર્ષ 2008માં કંપનીએ એચએમએસ વિક્ટરી શોધ્યું હતું, આ જહાજ અમેરિકાના ઈતિહાસમાં ઘણું મહત્ત્વ ધરાવતું હતું. 
- વર્ષ 2014માં કંપનીએ એસએસ સેન્ટ્રલ અમેરિકાના અવશેષોમાંથી ખજાનો બહાર કાઢવાનો એક્સ્કલૂસિવ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જહાજમાંથી 15,500 સોનાના અને ચાંદીના સિક્કા, 45 ગોલ્ડ બાર મળ્યા હતા. તેની સાથે જ ખૂબ માત્રામાં ગોલ્ડન આભૂષણો મળ્યા હતા. 
- કંપની હાલમાં સ્પેનની સાથે એક કાયદાકીય લડાઈમાં ફસાઈ ગઈ છે, જેમાં સ્પેનના એક ડૂબેલ જહાજમાંથી મળેલ 17 ટન સોનુા અને ચાંદીના આભૂષણો પર નિર્ણય થવાનો છે. એક અંદાજ અનુસાર, જો નિર્ણય કંપનીના પક્ષમાં આવે તો તેને 3150 કરોડ રૂપિયાનો લાભ થઈ શકે છે. 
- 7 ઓગસ્ટ 2015ના રોજ બહાર પાડવામાં આવેલા પરિણામ અનુસાર, કંપનીને પ્રથમ ક્વાર્ટરમાં સિક્કાના વેચાણમાંથી 25,2000 કરોડ રૂપિયાની આવક થઈ છે. પાછલા ક્વાર્ટરમાં કંપનીની આવક 63,000 કરોડ રૂપિયા રહી હતી. કંપની આ સાથે સમુદ્રમાં ધાતુઓના ભંડાર શોધવાનું પણ કામ કરે છે. 
 
આગળની સ્લાઈડ્સમાં જાણો....અને કઈ કંપની કરે છે ખજાનાની શોધ...

નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Gold Silver Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these Five companies explores treasure filled with Gold silver
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.