• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Service Sector» Supreme Court Okays E-Auction For Taj Mansinh Hotel To NDMC

તાજ માનસિંહ હોટલની થશે ઇ-હરાજી, સુપ્રીમ કોર્ટે NDMCને આપી મંજૂરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ને ફાઇવ સ્ટાર હોટલ તાજ માનસિંહની હરાજી કરવાની મંજૂરી આપી દીધી છે. હાલ આ હોટલને ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટલ કંપની લિમિટેડ (IHCL) ચલાવી રહી છે. ન્યાયમૂર્તિ પીસી ઘોષ અને આરિફ નરિમાની બેંચે એનડીએમસીની અપીલને મંજૂર રાખી છે. તેમાં જણાવ્યું છે કે ટાટા ગ્રુપને હોટલની હરાજીને નકારવાનો અધિકાર નથી. હોટલ ખાલી કરવા માટે આપવામાં આવશે 6 મહિના...
 
- બેન્ચે NDMCને કહ્યું કે જો હરાજી નહિ થઇ શકે તો કંપનીને હોટલ ખાલી કરવા માટે છ માસનો સમય આપવામાં આવશે.
- કોર્ટે એવું પણ કહ્યું કે NDMCને આ આઇકોનિક પ્રોપર્ટીની હરાજી કરતી વખતે ટાટા ગ્રુપની કંપની IHCLના `ક્લીન' રેકોર્ડને ધ્યાનમાં રાખવા પડશે.
- એનએમડીસીએ ત્રીજી માર્ચે કોર્ટમાં જણાવ્યું હતું કે તે હોટલનું ઇ-ઓક્શન કરવા માગે છે. કોર્ટે તેની પહેલા આઇએચસીએલને પૂછ્યું હતું કે તેને હોટલની હરાજી સામે કોઇ વાંધો હોય તો એક સપ્તાહમાં જણાવે.
- IHCLએ કોર્ટને જણાવ્યું કે એ `સ્પષ્ટ નથી' કે NDMC શા માટે પ્રાઇમ પ્રોપર્ટીની હરાજી કરવા માગે છે, જે `બેસ્ટ રેવન્યુ' આપી રહી છે.
 
શું છે મામલો?

- જાન્યુઆરી 2017માં સુપ્રીમ કોર્ટે હોટલ તાજ માનસિંહની લીઝ રીન્યુ કરવા માટે એનડીએમસીને ફરી વિચાર કરવા જણાવ્યું હતું.
- કોર્ટે તે માટે NDMCને 6 સપ્તાહનો સમય આપ્યો હતો. તેની પહેલા સુપ્રીમ કોર્ટે તાજ માનસિંહ હોટલના ઓક્શન પર મનાઇ આપી હતી. IHCLની અરજી પર તેની સ્થિતિ અગાઉ જેવી રાખવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
 
33 વર્ષની લીઝ પર હતી તાજ માનસિંહ

- લુટિયન્સ ઝોનમાં 1, માનસિંહ રોડ પર સ્થિત હોટલ તાજ માનસિંહ, એનડીએમસીની પ્રોપર્ટી છે. NDMCએ આ જગ્યા 33 વર્ષ માટે IHCLને લીઝ પર આપી હતી.
- તેની મર્યાદા 2011માં પૂરી થઇ ચૂકી છે, પરંતુ IHCLની અપીલ પર 9 વખત લીઝ વધારવામાં આવી છે.
- તે પછી જાન્યુઆરી 2016માં જ્યારે NDMCએ હરાજીની પ્રક્રિયા શરૂ કરી તો કંપનીએ કોર્ટમાં અપીલ કરી હતી.
 
આગળની સ્લાઇડમાં જૂઓ, વધુ તસવીરો...
(Service Sector Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Supreme Court okays e-auction for Taj Mansinh Hotel to NDMC
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.