• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Service Sector» Premium Of Retail Health Insurance May Decrease Following An Action From IRDAI

હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાનું થઇ શકે છે સસ્તું, વીમા નિયમનકારે માગી પ્રીમિયમ અને ખર્ચની વિગતો

હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાનું થઇ શકે છે સસ્તું, વીમા નિયમનકારે માગી પ્રીમિયમ અને ખર્ચની વિગતો
નવી દિલ્હીઃઆગામી સમયમાં રીટેલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી સેગમેન્ટમાં ગ્રાહકો માટે પ્રીમિયમના મોરચે રાહત મળી શકે છે. વીમા નિયામક ઇરડાએ સામાન્ય વીમા કંપનીઓને બેલેન્સશીટમાં ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ અને રીટેલ હેલ્થ ઇન્સ્યોરન્સના લોસ રેશિયોની અલગ અગલ વિગતો આપવા જણાવ્યું છે.
 
વીમા કંપનીઓનું નુકસાન ઘટી શકે
 
વીમા ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં લોસ ઘટી શકે છે અને તેનો ફાયદો રીટેલ હેલ્થ ઇન્સ્યોરન્સના ગ્રાહકોને પ્રીમિયમમાં ઘટાડાની રીતે મળી શકે છે.
 
કોર્પોરેટને મળે છે મોટા પાયે ડિસ્કાઉન્ટ
 
ખાનગી સેક્ટરની સામાન્ય વીમા કંપની ફ્યુચર જનરલીના હેડ, હેલ્થ ઇન્સ્યોરન્સ શીરાજ પાંડેએ મનીભાસ્કરને જણાવ્યું કે હાલના સમયમાં કંપનીઓ કોર્પોરેટને ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં મોટા પાયે ડિસ્કાઉન્ટ આપે છે. તેનું કારણ કારોબાર વધારવા અને સ્પર્ધામાં ટકી રહેવા માટે આવું કરવું પડે છે. તેથી ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં નુકસાન વધારે છે. ઘણીવાર કંપનીઓને તેની ભરપાઇ રીટેલ સેગમેટન્માં પ્રીમિયમ વધારીને કરવી પડે છે.
શીરાઝ દેશપાંડેના જણાવ્યા અનુસાર, જો ભારતીય વીમા નિયમકારની આ પહેલથી ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં નુકસાન ઘટે તો તેનાથી વીમા કંપનીઓની નાણાકીય હાલત સારી થશે.
 
રીટેલ હેલ્થ ઇન્સ્યોરન્સમાં તેજીથી વધ્યા છે પ્રીમિયમ 

ઇન્ડસ્ટ્રી એક્સપર્ટના મતે, છેલ્લા ચાર પાંચ વર્ષમાં રીટેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં પ્રીમિયમ ઝડપથી વધ્યા છે. વળી, ડિસ્કાઉન્ટના કારણે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ એટલું નથી વધ્યું જેટલું વધવું જોઇએ. તેથી કંપનીઓને ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં નુકસાન વધી રહ્યું છે. આ નુકસાનને ભરપાઇ કરવા કંપનીઓ રીટેલ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમીયમ વધારી દે છે.
 
ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સથી દૂર રહેવા લાગી છે ખાનગી કંપનીઓ
 
છેલ્લા થોડા વર્ષોમાં જોવા મળ્યું છે કે સરકારી કંપનીઓ ખાનગી ક્ષેત્રની કંપનીઓ પાસેથી મોટા કોર્પોરેટ ક્લાયન્ટસને છીનવી રહી છે. તેનું કારણ એ છે કે ખાનગી કંપનીઓ હેલ્થ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં નુકસાનની સાથે બિઝનેસ કરવા ઇચ્છતી નથી. જ્યારે સરકારી કંપનીઓ રીન્યુઅલના સમયે નીચા પ્રીમયમની ઓફર આપીને કોર્પોરેટ ક્લાયન્ટ મેળવી રહી છે.
(Service Sector Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: premium of retail health insurance may decrease following an action from IRDAI
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.