• Select Language >
  • Hindi
  • Gujarati
Home» Government To Monitor And Regulate Drug Selling Through E-Platform

દવાઓના વેચાણ પર ઓનલાઇન દેખરેખ રાખશે સરકાર, ટૂંકસમયમાં આવશે ઇ-પ્લેટફોર્મ

દવાઓના વેચાણ પર ઓનલાઇન દેખરેખ રાખશે સરકાર, ટૂંકસમયમાં આવશે ઇ-પ્લેટફોર્મ
નવી દિલ્હીઃ દેશમાં દવાઓના વેચાણ પર નજર રાખવા (ટ્રેક કરવા) અને રેગ્યુલેટ કરવા માટે ટૂંકસમયમાં હેલ્થ મિનિસ્ટ્રી એક ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ બનાવશે. તમામ ડ્રગ મેન્યુફેક્ચરર્સે તેમાં પોતાને રજિસ્ટર્ડ કરાવવા પડશે. તે ઉપરાંત તમામ ડિસ્ટ્રીબ્યુટર્સથી લઇને કેમિસ્ટને દવાઓના વેચાણ સાથે જોડાયેલા તમામ આંકડા આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનાવવાના રહેશે. સરકારનું આ ઇ-પ્લેટફોર્મ મારફત માર્કેટમાં વેચાતી બધી દવાઓની ક્વોલિટી સારી બનાવવાનું લક્ષ્ય છે. ઇ-ફાર્મસી પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે. 
 
ઇ-પોર્ટલનો હેતુ મેન્યુફેક્ચરર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, રીટેલર્સ, સેલર્સ, કેમિસ્ટથી લઇને પેશન્ટ સુધીના લોકો વચ્ચે ટ્રાન્સપરન્સી લાવવાનો છે. જ્યાં સુધી કોઇ કેમિસ્ટ, રીટેલ, સેલર કે ઇ-ફાર્મસી સેન્ટર રજિસ્ટર નહિ થાય ત્યાં સુધી તે દવાઓ વેચી નહિ શકે. ત્યાં સુધી કે કઇ દવા કેટલી વેચાઇ એવી બધી જાણકારી પણ આપવી પડશે. આ ઇ-પ્લેટફોર્મને ઓટોનોમસ બોડી તરીકે ડેવલપ કરાશે.
 
ઓનલાઇન કે મોબાઇલથી આપી શકાશે ડેટા

ઇ-પ્લેટફોર્મ પર એકવાર રજિસ્ટર થઇ ગયા પછી ડિસ્ટ્રીબ્યુટર્સ, રીટેલ સેલર્સ અને કેમિસ્ટ સમય સમય પર દવાઓના વેચાણને લગતા આંકડા ઓનલાઇન કે મોબાઇલ મારફત સરકારને ઉપલબ્ધ કરાવી શકશે.
 
હોસ્પિટલોએ પણ આપવી પડશે વિગતો, ડોક્ટરો પર રહેશે નજર

હોસ્પિટલોએ પણ એ બતાવવું પડશે કે દર્દીઓને કઇ બિમારી પર કઇ દવા કેટલા પ્રમાણમાં આપવામાં આવી. જોકે, તેમના ડેટા ગુપ્ત રખાશે. સરકારની નજર રૂરલ એરીયામાં પણ દવાના વેચાણ પર રહેશે. જે ડોક્ટરની ચિઠ્ઠી પર દવા આપવામાં આવી રહી છે તેના અંગે પણ ઇ-પ્લેટફોર્મ પર ડીટેલ આવશે. તેમાં ડોક્ટરનો રજિસ્ટ્રેશન નંબર, દવા આપનાર કેમિસ્ટની ડિટેલ અને દવાઓનું પ્રમાણ વગેરે હશે.
(Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: government to monitor and regulate drug selling through e-platform
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.