• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» Gotthard Base Tunnel, World’S Longest And Deepest Rail Tunnel Opens In Switzerland

આ છે દુનિયાની સૌથી લાંબી અને ઉંડી રેલવે સુરંગ, બનાવવામાં લાગ્યા 17 વર્ષ

અમદાવાદઃ સ્વિટ્ઝરલેન્ડમાં દુનિયાની સૌથી લાંબી અને સૌથી ઉંડી રેલવે ટનેલ ખોદી કાઢવામાં આવી છે,જેને બનાવવામાં લગભગ 17 વર્ષ લાગ્યા છે. 57 કિલોમીટર લાંબી આ ડબલ ટનેલનું નામ ગોટહાર્ડ છે જે આલ્પ્સ પર્વતોના નીચેથી ઉત્તર અને દક્ષિણ યૂરોપને ઝડપી ટ્રેન સેવાથી જોડશે. 
 
સ્વિટ્ઝરલેન્ડનું કહેવું છે કે આ સુરંગ યુરોપમાં માલસામાનના પરિવહનમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે. આ રેલવે લિંક નેધરલેન્ડના રોટરડેમ અને ઇટાલીના ગેનોઆને જોડશે.
 
અત્યાર સુધી આ માર્ગ પર સામાનનું પરિવહન લાખો ટ્રકો દ્ધારા થતું હતું,પરંતુ હવે આ સામાન રેલવે સુરંગ દ્ધારા થશે. અત્યાર સુધીમાં દુનિયાની સૌથી લાંબી ટનેલ જાપાનની 53.9 કિલોમીટર સેઇકન રેલ સુરંગ હતી. પરંતુ હવે આ ઉપલબ્ધિ ગોટહાર્ડના નામથી થઇ ગઇ છે. ફ્રાન્સ અને બ્રિટનને જોડનારી 50.5 કિલોમીટર લાંબી ચેનલ સુરંગ હવે ત્રીજા સ્થાને આવી ગઇ છે.
 
ગોટહાર્ડ રેલવે સુરંગના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં સ્વિસ અધિકારીઓની સાથે સાથે જર્મન ચાન્સલર અંગેલા મર્કેલ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ અને ઇટાલીના વડાપ્રધાન મૈતો રેન્જી પણ હાજર રહેશે.
 
ગોટહાર્ડ દુનિયાની સૌથી ઉંડી સુરંગ છે. જે જમીનથી 2.3 કિલોમીટર નીચે છે. જયાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે. જેની ઉપર ઉંચા પર્વતો છે. ગોટહાર્ડ સુરંગના ખોદકામ દરમ્યાન  એન્જિનિયરોને 73 જુદા જુદા પ્રકારના પત્થરોનું ખોદકામ કરવું પડયું. જેમાં કેટલાક ગ્રેનાઇટની જેમ સખત હતા તો કેટલાક ખાંડ જેવા મુલાયમ. આ સમયગાળા દરમ્યાન 2.8 કરોડ ટન પત્થર કાઢવામાં આવ્યા.
 
આંકડાઓ મુજબ સુરંગના નિર્માણ દરમ્યાન 9 મજૂરોના મોત થયાં.સુરંગ હવે બનીને તૈયાર છે.જેનું નિર્માણ યોગ્ય સમય અને બજેટમાં થયું છે. આ સુરંગ ડિસેમ્બરમાં સંપૂર્ણ રીતે કામ કરવા લાગશે. ત્યાર બાદ જ્યુરિચ અને મિલાનનું અંતર એકથી બે કલાક ચાલીસ મિનિટનો ઘટાડો આવશે.  
 
આગળની સ્લાઇડમાં જુઓ સુરંગની કેટલીક વધુ તસવીરો...
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gotthard Base Tunnel, world’s longest and deepest rail tunnel opens in Switzerland
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.