• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» PMI Drops To 49.6 In December Due To Negative Effect Of Demonetisation On Industry

નોટબંધીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આપ્યો ઝાટકો, PMI ડિસેમ્બરમાં પ્રથમવાર ઘટ્યો

નોટબંધીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આપ્યો ઝાટકો, PMI ડિસેમ્બરમાં પ્રથમવાર ઘટ્યો
નવી દિલ્હીઃનોટબંધીથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. માસિક પીએમઆઇ સરવે અનુસાર, 2016માં પ્રથમવાર ડિસેમ્બર દરમિયાન નવા વર્ક ઓર્ડર્સ અને આઉટપૂટમાં ઘટાડો નોંધાયો છે. નિક્કેઇ માર્કેટ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેજિંગ ઇન્ડેક્સ (પીએમઆઇ) ઘટીને ડિસેમ્બરમાં 49.6 પર આવી ગયો છે. નવેમ્બરમાં આ આંકડો 52.3 પર હતો. પીએમઆઇ 50ની નીચેના આંક પર હોય તો તે નેગેટિવ સેન્ટિમેન્ટ બતાવે છે, જ્યારે 50ની ઉપરનો આંકડો પોઝિટિવ સેન્ટિમેન્ટ દર્શાવે છે. 
 
સરવેમાં શું કહ્યું
 
રીપોર્ટના લેખક અને આઇએચએસ માર્ટિકના ઇકોનોમિસ્ટ પીલોયિાના ડે લિમાએ જણાવ્યું કે નવેબમ્રમાં જમીન પર આવ્યા પછી અચાનક 500 અને 1000ની જૂની નોટો બંધ કરવામાં આવતા વર્ષ 2016 ના અંતમાં ભારતીય મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘટાડો આવ્યો છે. લિમાએ જણાવ્યું કે કેશની તંગીથી કંપનીઓની ખરીદી અને રોજગારીની શક્તિમાં ઘડાડો થયો છે.
 
નોટબંધી એકમાત્ર કારણ

ઊંચા મૂલ્યની નોટો બંધ થવાથી અર્થતંત્રમાં રોકડની તંગી સર્જાઇ. તેના કારણે નવા ઓર્ડર્સમાં તેજીથી ઘટાડો આવ્યો છે. તે ઉપરાંત છ માસ સુધી સતત ગ્રોથ જોવા મળ્યા પછી બજારમાં પડકારજનક વાતાવરણના કારણે વિદેશથી આવતા નવા બિઝનેસમાં પણ ઘટાડો આવ્યો છે.
 
જાન્યુઆરી મહત્ત્વનો બનશે
 
લિમાએ જણાવ્યું કે ડિસેમ્બરના અંત સુધી જૂની નોટો બદલવાની સમયમર્યાદા પૂરી થઇ ગઇ. તેથી જાન્યુઆરીમાં આ ડેટા બતાવશે કે સેક્ટરમાં સુધારો આવ્યો છે કે નહિ. રીપોર્ટમાં જણાવ્યું કે છે કે રો મટીરિયલની કિંમતો વધવાથી ખર્ચમાં સતત 15મા મહિને વધારો થયો છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.