• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» Govt Removes Excise Duties On Manufacturing Of PoS Machines

સસ્તી થશે PoS મશીનો, સરકારે એક્સાઇઝ અને સ્પેશ્યલ એડિશનલ ડ્યૂટી હટાવી

નવી દિલ્હીઃ નોટ બેન બાદ દેશભરમાં વધતા ડિજિટલ પેમેન્ટને ધ્યાનમાં લેતાં સરકારે પોઇન્ટ ઓફ સેલ (POS) મશીનની મેન્યુફેકચરિંગને સસ્તી કરી દીધી છે સરકારે પીઓએસ મશીનના મેન્યુફેકચરિંગ પર 12.5 ટકા એક્સાઇઝ ડ્યૂટી અને 4 ટકા સ્પેશ્યલ એડિશનલ ડ્યૂટીને હટાવી દીધી છે. આ પગલું એટલા માટે પણ ઉઠાવાયું છે કે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટોને બંધ કર્યા બાદ રિટેલ સ્ટોર્સથી લઇને બેન્કો પર પીઓએસ મશીનોની માંગ વધી ગઇ છે.
 
 
ઝડપથી વધી રહ્યું છે પીઓએસ મશીનોનું ઇન્સ્ટોલેશન
 
સપ્ટેમ્બર 2012માં પીઓએસ મશીન 7.41 લાખ હતા જે સપ્ટેમ્બર 2016માં વધીને 14.96 લાખ થઇ ગયા છે. બેન્કર્સનું કહેવું છે કે પીઓએસ મશીનોનું ઇન્સ્ટોલેશન ઝડપથી વધી રહ્યું છે. આ ટ્રેડ ફક્ત મોટા શહેરોમાં જોવા મળી રહ્યો છે પરંતુ નાના શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે.
 
ડેવલપ કરવા પડશે2.1કરોડPOS ટર્મિનલ
 
એસબીઆઇના ઇકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્ધારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર દેશમાં સપ્ટેમ્બર 2016 સુધી 15 લાખ પીઓએસ ટર્મિનલ છે. જેને વધારીને 2.1 કરોડ કરવા પડશે. આવુ થશે ત્યાર જઇને લોકોને ક્રેડિટ, ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે. પીઓએસ મશીન દ્ધારા જ કાર્ડ સ્વેપ કરવાની સુવિધા મળે છે. જો આટલી મોટી સંખ્યામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરે છે તો તેનાથી લોકો માટે કાર્ડથી પેમેન્ટ કરવાનું સરળ થઇ જશે.
 
પેમેન્ટની રીત
માર્કેટ શેર(ટકા)
ટ્રાન્ઝેક્શન ટાર્ગેટ (રૂપિયા)
ક્રેડિટ કાર્ડ
20
588 અબજ 
ડેબિટ કાર્ડ
13
387 અબજ
મોબાઇલ બેંકિંગ
62
1888 અબજ
પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ
5
137 અબજ
કુલ
100
3 લાખ કરોડ
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt removes excise duties on manufacturing of PoS machines
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.