• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» India's Mfg Sector Growth Hits Nearly 2-Year High In Oct: PMI

ઓક્ટોબરમાં મેન્યૂફેકચરિંગ સેકટરનો ગ્રોથ 22 મહિનાની ટોચે, વધ્યા નવા ઓર્ડર

નવી દિલ્હીઃ દેશનો મેન્યુફેકચરિંગ સેકટરનો ગ્રોથ ઓક્ટોબર મહિનામાં 22 મહિનાની ટોચે પહોંચી ગઇ છે. નિક્કેઇ માસિક સર્વે અનુસાર આઉટપુટ, ખરીદારી અને નવા ઓર્ડર વધવાથી મેન્યુફેકચરિંગ એક્ટિવિટીમાં તેજી આવી છે. ઓક્ટોબરમાં મેન્યુફેકચરિંગ પર્ચેજિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) 54.4 અંક રહ્યો છે. સપ્ટેમ્બરમા તે 52.1 રહ્યો હતો. આ સ્થિતિ બિઝનેસ એક્ટિવિટીમાં સુધારો સુચવે છે.
 
ઇકોનોમીમાં આવી રહી તેજી: માર્કેટ ઇકોનોમિસ્ટ 
 
આઇએચએસ માર્કેટના ઇકોનોમિસ્ટ પાલિયાણા ડે લીમાનું કહેવું છે કે ઓક્ટોબરના મેન્યુફેકચરિંગ આંકડાઓથી સ્પષ્ટ છે કે ઇન્ડિયાની ઇકોનોમીમાં તેજી આવી રહી છે.નવા ઓર્ડર 22 મહિનામાં ઝડપથી વધી રહ્યા છે. પીએમઆઇમાં 50થી ઉપરનો અંક મેન્યુફેકચરિંગના સારા દેખાવ અને એક્સપેન્શનને દર્શાવે છે.
 
સતત 10માં મહિને વધ્યું આઉટપુટ
 
નિક્કેઇ માર્કેટ સર્વે અનુસાર ઓક્ટોબરમાં સતત 10માં મહિને આઉટપુટ વધ્યું છે. તો ચાર વર્ષમાં આઉટપુટ વધવાનો દર સૌથી ઝડપથી છે. સર્વેમાં સામેલ લોકોનું કહેવું છે કે નવા ઓર્ડરના મજબૂત ગ્રોથના કારણે મેન્યુફેકચરિંગ એક્ટિવિટીમાં આ તેજી આવી છે. લીમાનું કહેવું છે કે રિઝર્વ બેન્ક તરફતી રેટ કટના કારણે ગ્રોથમાં તેજી આવી તેનાથી મોંઘવારી વધવાની શકયતા છે. 
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India's mfg sector growth hits nearly 2-year high in Oct: PMI
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.