• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» IIP Growth Falls 1.9% In October Led By Manufacturing Sector

ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.9% ઘટાડો, મેન્યુફેક્ચરિંગ સહિત બધા સેક્ટર્સમાં મંદી

ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.9% ઘટાડો, મેન્યુફેક્ચરિંગ સહિત બધા સેક્ટર્સમાં મંદી
નવી દિલ્હીઃ ઔદ્યોગિક ઉત્પાદન ફરી એકવાર નેગેટિવ ઝોનમાં આવી ગયું છે. મેન્યુફેક્ચરિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કેપિટલ ગુડ્ઝ સહિત તમામ સેક્ટરમાં ઘટાડાના કારણે ઓક્ટોબરમાં આઇઆઇપીમાં 1.9 ટકાનો ઘટાડો આવ્યો છે. આઇઆઇપીમાં કુલ 22 ઇન્ડસ્ટ્રી સેક્ટર છે. ઓક્ટોબર 2016 દરમિયાન તેમાં 12 સેક્ટરમાં નેગેટિવ રેટ નોંધાયો હતો.
 
આગામી મહિનાઓમાં સ્થિતિ વણસવાનો ભય

ઓક્ટોબરમાં ફેક્ટરી ઉત્પાદનમાં આવેલો ઘટાડો એવો સંકેત આપે છે કે તહેવારો દરમિયાનની ખરીદી ઔદ્યોગિક ઉત્પાદનની પ્રવૃત્તિને વેગ આપવામાં નિષ્ફળ રહી હતી. આ સાથે આગામી મહિનાઓમાં પણ પરિસ્થિતિ વધુ વણસી શકે છે, કારણ કે 500 અને 1000 રૂપિયાની નોટ્સ પરના પ્રતિબંધ પછી કેશતંગીના કારણે ઘરેલું ખરીદી અને માગ એકદમ ઘટી ગયા છે અને કંપનીઓ રોકાણોને ટાળી રહી છે.
 
મેન્યુફેક્ચરિંગમાં 2.4 ટકાનો ઘટાડો

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સે જાહેર કરેલા આંકડા અનુસાર, ઓક્ટોબરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં 0.9 ટકાની ગ્રોથ રહી હતી. જોકે, ગયા વર્ષે ઓક્ટોબરમાં 10.6 ટકા વૃદ્ધિ નોંધાઇ હતી. આઇઆઇપી ઇન્ડેક્સમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો સૌથી વધારે 75 ટકા જેટલો હોય છે.
 
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં પણ મોટો ઘટાડો
 
- આંકડા બતાવે છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલનું ઉત્પાદન ઓક્ટોબરમાં માત્ર 0.2 ટકા થયું હતું, જે અગાઉના મહિને 14 ટકા જેટલું હતું. આ ઘટાડો અનપેક્ષિત એટલા માટે છે, કેમકે ઓક્ટોબર માસમાં દિવાળીના તહેવારોના કારણે ટીવી, ફ્રીઝ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું સામાન્ય રીતે વધુ વેચાણ થતું હોય છે. 

- આ સ્થિતિ પરથી એવી ધારણા રહે છે કે કેશ તંગીના કારણે આગામી મહિનામાં આ સેક્ટર માટે કપરો સમય રહી શકે છે.
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IIP growth falls 1.9% in October led by manufacturing sector
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.