• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» Government Notify The Phase Wise Manufacturing Programme

ભારતમાં બનનારા મોબાઇલ ફોન થશે સસ્તા, સરકારે મેન્યુફેકચરિંગ પ્રોગ્રામ કર્યો નોટિફાઇ

નવી દિલ્હીઃ ભારતમાં બનનારા મોબાઇલ ફોનની કિંમતો આવનારા દિવસોમાં ઘટી શકે છે. સરકારે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ક્રમબદ્ધ રીતે મેન્યુફેકચરિંગ પ્રોગ્રામને નોટિફાઇ કર્યો છે. જે હેઠળ આવતા 3 વર્ષમાં મોબાઇલ મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં મોબાઇલ મેન્યુફેકચરિંગ માટે ટેક્સ છૂટ સહિત અન્ય લાભો સરકાર તરફથી આપવામાં આવશે.
 
શું છે પ્લાન
 
મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ મેન્યુફેકચરિંગમાં 3 વર્ષની ડેડલાઇન નક્કી કરી છે. જે હેઠળ દેશમાં મોબાઇલ હેન્ડસેટની આખી ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની છે. જેમાં મોબાઇલ હેન્ડસેટથી લઇને તેની સાથે જોડાયેલી તમામ પ્રકારની એસેસરીઝના મેન્યુફેકચરિંગને ભારતમાં કરવાનો ટાર્ગેટ છે.
વર્ષ
સબ એસેમ્બલી સિસ્ટમ
2016-17
ચાર્જર, એડોપ્ટર, બેટરી પેક, તારવાળા હેન્ડસેટ
2017-18
મિકેનિક્સ, ડાય કટ પાર્ટ્સ, માઇક્રોફોન રિસીવર, યૂએસબી કેબલ, કીપેડ
2018-19
કેમેરા મોડ્યુઅલ, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી
2019-20
ડિસ્પ્લે એસેમ્બલી, ટચપેનલ, રિંગર
 
શું થશે ફાયદો
 
ભારતમાં અત્યાર સુધી મોબાઇલ મેન્યુફેકચરિંગની ઇકોસિસ્ટમ તૈયાર નથી થઇ. જેના કારણે મોટાભાગે દેશમાં એસેમ્બલિંગની પ્રોસેસ જ થાય છે.એટલે કે મોબાઇલ મેન્યુફેકચરિંગ ઘણું જ ઓછું થાય છે. જેથી મોબાઇલની કિંમતો વધુ રહે છે.
 
મેન્યુફેકચર્સને મળશે ટેક્સ ઇન્સેન્ટિવ
 
ભારતમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ઇમ્પોર્ટ પર સરકારે કાઉન્ટર વેલિંગ ડ્યૂટી 12.5 ટકા, ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર એક ટકા એક્સાઇઝ ડ્યૂટી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે એક્સાઇઝ ડ્યુટી 12.5 ટકા કરી દીધી છે. 
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government Notify The Phase Wise Manufacturing Programme
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.