• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» GDP Growth Rate In Q2 Is 7.3% Against 7.1%

Q2માં GDP ગ્રોથ રેટ 7.1%થી વધીને 7.3% થયો, આગામી ક્વાર્ટરમાં દેખાશે નોટબંધીની અસર

Q2માં GDP ગ્રોથ રેટ 7.1%થી વધીને 7.3% થયો, આગામી ક્વાર્ટરમાં દેખાશે નોટબંધીની અસર
નવી દિલ્હીઃ દેશનો જીડીપી ગ્રોથ રેટ 2016-17ના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.3 ટકા નોંધાયો છે. આ ગાળામાં ગયા વર્ષે ગ્રોથ રેટ 7.1 ટકા હતો. જોકે, આ ગ્રોથ રેટ અપેક્ષા પ્રમાણે નથી. બુધવારે સીએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગ્રોથમાં તેજી એગ્રી સેક્ટર અને સર્વિસ સેક્ટરમાં તેજીના કારણે છે. આ સમયગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વૃદ્ધિ સુસ્ત રહી હતી, જે અર્થતંત્ર માટે નવી રોજગારીની બાબતે ચિંતાજનક છે.
 
એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, સરકાર માટે આગામી ક્વાર્ટરના આંકડા પડકારજનક હશે. તેનું મુખ્ય કારણ એ છે કે નવેમ્બરમાં સરકાર લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયની અસર ઓક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટરમાં જીડીપી પર પડશે.
 
જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિ (ટકામાં)
 
સેક્ટર2015-16 (ટકામાં)2016-17 (ટકામાં)
કુલ જીડીપી7.17.3
એગ્રીકલ્ચર2.03.3
મેન્યુફેક્ચરિંગ9.27.1
ફાઇનાન્શિયલ11.98.2
સર્વિસ સેક્ટર6.77.1
 
આ સેક્ટર્સમાં રહી વૃદ્ધિ

પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ડિફેન્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્યોરન્સ, રીયલ એસ્ટેટ, હોટલ અને ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને સર્વિસ સેક્ટરમાં 7 ટકાથી વધારે વૃદ્ધિ થઇ છે. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટમાં કૃષિમાં 3.3 ટકા વૃદ્ધિ નોંધાઇ હતી, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં વૃદ્ધિ 2 ટકા હતી. ફોરેસ્ટ્રી અને ફિશિંગમાં 1.5 ટકા, માઇનિંગમાં 3.5 ટકા, ઇલેક્ટ્રિસિટી, ગેસ, વોટર સપ્લાય અને સર્વિસમાં 3.5 ટકા વૃદ્ધિ રહી હતી.
 
અપેક્ષા પ્રમાણે નથી આવ્યા જીડીપી આંકડા

સીએસઓના આંકડા અનુસાર, બીજા ક્વાર્ટરમાં જીડીપી 29.63 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે અગાઉના વર્ષ 2015-16ના સમાન ગાળાની તુલનામાં વધુ છે. ગયા વર્ષે તે 27.62 લાખ કરોડ રૂપિયા હતી.
 
મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો

મેન્યુફેક્ચરિંગ ગ્રોથ બીજા ક્વાર્ટરમાં ઘટ્યો છે. ગયા વર્ષે 2015-16ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 9.2 ટકા હતો, જે આ વર્ષે ઘટીને 7.1 ટકા રહ્યો. કન્સ્ટ્રક્શનમાં 3.5 ટકા ગ્રોથ હતો.
- સર્વિસ સેક્ટરનો ગ્રોથ ગયા વર્ષની તુલનામાં વધીને 7.1 ટકા રહ્યો જે અગાઉ 6.7 ટકા હતો.
-ફાઇનાન્શિયલ સેક્ટરમાં ઘટાડો થયો છે. વર્ષ 2015-16માં તે 11.9 ટકા હતો, જે હવે ઘટીને 8.2 ટકા થયો છે. ફાઇનાન્શિયલ સેક્ટરમાં ફાઇનાન્શિયલ, ઇન્સ્યોરન્સ અને રીયલ એસ્ટેટ સામેલ છે.
 
આગામી ક્વાર્ટર રહેશે પડકારજનક

આગામી ક્વાર્ટર મોદી સરકાર માટે ઘણું પડકારજનક રહેવાનું છે. મોદી સરકારે 8 નવેમ્બરે 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેથી માર્કેટમાં કેશ ક્રાઇસિસ પેદા થઇ છે, જેની સીધી અસર પ્રોડક્શન પર પડી છે. ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શનમાં કાપની અસર આગામી ક્વાર્ટરમાં જીડીપીના આંકડા પર પડશે.
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GDP growth rate in Q2 is 7.3% against 7.1%
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.