• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» Core Sector Output At 3.2% In August Due To Laggard In Coal And Crude

કોલસા, ક્રુડ સેક્ટરના નબળા ઉત્પાદનથી કોર સેક્ટરમાં સુસ્તી, ઉત્પાદન વૃદ્ધિ 3.2% નોંધાઇ

કોલસા, ક્રુડ સેક્ટરના નબળા ઉત્પાદનથી કોર સેક્ટરમાં સુસ્તી, ઉત્પાદન વૃદ્ધિ 3.2% નોંધાઇ
નવી દિલ્હીઃ દેશની મુખ્ય આઠ ઇન્ડસ્ટ્રી (કોર સેક્ટર)ની ઉત્પાદન વૃદ્ધિ ઓગસ્ટમાં 3.2 ટકા નોંધાઇ છે, જે જુલાઇના જેટલી જ છે. ઓગસ્ટમાં કોલસો, ક્રુડ, ઓઇલ, નેચરલ ગેસ સેક્ટર નેગેટિવ રહ્યા હતા. જ્યારે રીફાઇનરી, પ્રોડક્ટ, ફર્ટિલાઇઝર અને સીમેન્ટ સેક્ટર તરફથી કોર ઇન્ડસ્ટ્રીને બળ મળ્યું છે. આઠ કોર ઇન્ડસ્ટ્રીનો ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઇઆઇપી)માં હિસ્સો આશરે 38 ટકા છે.
 
કોલસો

ઓગસ્ટ, 2016માં એક વર્ષ અગાઉના આ મહિનાની સરખામણીમાં કોલસાના ઉત્પાદનમાં 9.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે એપ્રિલ-ઓગસ્ટ 2016 દરમિયાન તેમાં 2.6 ટકાનો વધારો નોંધાયો છે.
 
ક્રુડ ઓઇલ

ઓગસ્ટ 2016માં ક્રુડ ઓઇલનું ઉત્પાદન 3.9 ટકા ઘટી ગયું. એપ્રિલ-ઓગસ્ટ 2016 દરમિયાન તેમાં 3.1 ટકાનો ઘટાડો નોંધાયો.
 
નેચરલ ગેસ

ઓગસ્ટમાં નેચરલ ગેસ પ્રોડક્શન 5.7 ટકા ઘટી ગયું. એપ્રિલ-ઓગસ્ટ 2016માં આ સેક્ટરમાં 4.2 ટકાનો ઘટાડો આવ્યો.
 
રીફાઇનરી પ્રોડક્ટ

પેટ્રોલિયમ રીફાઇનરી પ્રોડક્ટમાં ઓગસ્ટ દરમિયાન 3.5 ટકા વધારો નોંધાયો હતો. એપ્રિલ-ઓગસ્ટ 2016ના ગાળામાં આ સેક્ટરે 7.6 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.
 
ફર્ટિલાઇઝર્સ
 
ફર્ટિલાઇઝર્સનું ઉત્પાદન ઓગસ્ટમાં 5.7 ટકા વધ્યું હતું. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન તેમાં 6.4 ટકાનો વધારો થયો.
 
સ્ટીલ (એલોય અને નોન-એલોય)

ઓગસ્ટમાં સ્ટીલ પ્રોડક્શનમાં 17 ટકાનો ભારે ઘટાડો થયો હતો. એપ્રિલ-ઓગસ્ટ 2016 દરમિયાન તેમાં 5.5 ટકાની વૃદ્ધિ નોંધાઇ.
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Core sector output at 3.2% in August due to laggard in coal and crude
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.