• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Us IT Companies Can Not Work Easily Without Indian Talent Says Nasscom Chairman

ભારતીય ટેલેન્ટ વિના અમેરિકામાં ક્રેડિટ કાર્ડ કે ઇન્શ્યોરન્સ પણ નહિ વેચાઇ શકે- નાસકોમ ચેરમેન

નવી દિલ્હીઃ ભલે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટેક્શનિઝમ દ્વારા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે નવી ચેલેન્જ ઊભી કરી રહ્યા હોય. પરંતુ ઇન્ડિયન ટેલેન્ટ વિના અમેરિકામાં ક્રેડિટ કાર્ડ અને ઇન્શ્યોરન્સ વેચવાનું પણ સરળ નહિ હોય. આ વાત નાસકોમના ચેરમન રમન રોયે moneybhaskar.comના શીતલ ગૌડ તંવર સાથેના એક ઇન્ટરવ્યુમાં કહી છે. રોયે કહ્યું કે હાલમાં જ આઇટી સેક્ટરમાં નોકરીઓમાં કાપ મૂકવાની વાતો બહાર આવી છે, જે વધારે બઢાવી ચઢાવીને રજૂ કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, તેની સાથે સાયબર સિક્યોરિટી સેક્ટરમાં ભારત માટે મોટી તક છે, જેનો ફાયદો આઇટી કંપનીઓએ ચોક્કસ ઊઠાવવો જોઇએ. ઇન્ટરવ્યુના કેટલાક અંશ જોઇએ...
 
પ્રશ્નઃ તાજેતરમાં આઇટી સેક્ટરમાં જોબ કટની વાતો થઇ રહી છે. તે કેટલી મોટી ચેલેન્જ છે?
 
- આ છટણીની વાતો અફવા છે અને અમને ખબર નથી કે આવી વાતો કોણ ફેલાવી રહ્યું છે. આઇટી સેક્ટરમાં છટણી થઇ રહી છે. પરંતુ અપરેઝલ અને પરફોર્મન્સ બેઝ્ડ છે. આ છટણી કુલ વર્ક ફોર્સના માત્ર 0.5 ટકાથી 1.5 ટકા વચ્ચે છે. ઇન્ડિયન આઇટી સેક્ટર સાથે આશરે 39 લાખ કર્મચારીઓ જોડાયેલા છે. કંપનીઓ નવી ભરતી કરી રહી છે.
 
પ્રશ્નઃ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની એચ1 બી વિસા પોલિસી ઇન્ડિયન આઇટી કંપનીઓ માટે કેટલો મોટો ખતરો છે. અમેરિકામાં લોકલ હાયરિંગ પોલિસીની અમેરિકા અને ભારતીય કંપની પર કઇ અસર પડી શકે છે?

- ટ્રાવેલ બેનના નિર્ણય પર અમેરિકન સરકાર અને ત્યાંની કંપનીઓએ વિરોધ કર્યો હતો, તેમને ખ્યાલ છે કે તેનાથી તેમના પર નેગેટિવ અસર તેમના બિઝનેસ પર પડશે. એચ1બી પોલિસી બદલાશે તો ગૂગલ, ફેસબૂક જેવી મોટી આઇટી કંપનીઓને ટેલેન્ટેડ કર્મચારીઓ મળવા મુશ્કેલ બનશે. અમેરિકા પાસે એવા ટેલેન્ટેડ કર્મચારીઓ નથી તેથી તે ઇમ્પોર્ટ કરે છે. ત્યાં ટેલેન્ટેડ કર્મચારીઓની કમી છે તે બાબતથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા એચ1બી વિસા મારફત આશરે 60,000 લોકોને રોજગાર આપે છે અને તેમાં ભારતીય કંપનીઓનો આશરે 50 ટકા ફાળો છે. અમેરિકા આપણા વિના ફ્રી ક્રેડિટ કાર્ડ, ઇન્શ્યોરન્સ ઓફર શકે એમ નથી. આપણે તેમની સમસ્યાઓના સોલ્યુશન્સનો હિસ્સો છીએ. જો અમેરિકન સરકાર પોલિસી બદલે તો અમેરિકામાં દેવું, ઇન્સ્યોરન્સ રેટ, ક્રેડિટ કાર્ડ રેટ મોંઘા થઇ જશે અને વ્યાજ દર વધશે. તે અમેરિકન સરકારે સમજવું પડશે.
 
પ્રશ્ન- નાસકોમ આ પરિસ્થિતિમાં ભારતીય આઇટી કંપનીઓના હિતો માટે શું કરી રહ્યું છે?
 
- અમે અમેરિકન સરકાર, ભારત સરકાર, ઇન્ડિયન આઇટી કંપની, અમેરિકન કંપનીઓ, કસ્ટમર અને તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરી રહ્યા છીએ. નાસકોમ 1 અને 2 જૂને ન્યુયોર્કમાં બધા સાથે કોન્ફરન્સ કરવાનું છે. તે એટલા માટે કરવામાં આવી રહી છે કે જેથી બધાને હકીકત સમજાય. ઇન્ડિયન આઇટી કંપની બીજી કંપનીઓની તુલનામાં ઘણી વધુ સારી છે. તે અમેરિકન સરકાર અને બધા સ્ટેકહોલ્ડરને સમજવું પડશે. જો એકવાર આ સમજાશે તો બધા માટે સારું થશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- રેન્સમવેર એટેક પછી ભારતી સ્થિતિ અંગે નાસકોમ શું કહે છે...
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Us IT companies can not work easily without Indian talent says Nasscom chairman
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.