• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Trump's Policy Is Beneficial For India IT Industry Says Mukesh Ambani

ટ્રમ્પનું વલણ ભારતની આઇટી ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારકઃ મુકેશ અંબાણી

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વલણને ભારતની આઇટી ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક ગણાવ્યું છે. તેના કારણે કંપનીઓનું ઘરેલુ ઇન્ડસ્ટ્રી પર ફોકસ વધશે. તેમણે જિયો અંગે જણાવ્યું કે રિલાયન્સ જિયો આગળ પણ પોતાની સર્વિસ સસ્તી જ રાખશે. ઓઇલના બિઝનેસમાં મજબૂત અંકુશ ધરાવતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે હવે એ યુગની શરૂઆત થવાની છે જેમાં ડેટા નવું ઓઇલ બનશે.
 
ટ્રમ્પની નીતિઓથી ભારતીય આઇટી માટે તક
 
મુકેશ અંબાણીએ જણાવ્યું કે મોબાઇલ કોમ્પ્યુટિંગ આ સેન્ચ્યુરીને વ્યાખ્યાયિત કરનારી સાબિત થશે. તેમણે જણાવ્યું કે ડેટા નવો નેચરલ રીસોર્ચ હશે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આઇટી કંપનીઓ માટે બનાવાઇ રહેલા કડક નિયોને અંબાણીએ એક તક ગણાવી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પની આઇટી કંપનીઓ વિરુદ્ધની નીતિઓથી ભારતીય આઇટી કંપનીઓનું ફોકસ ઘરેલુ માર્કેટ પર વધશે અને આ તેમના માટે ફાયદાકારક સાબિત થશે. અંબાણીએ આગળ જણાવ્યું કે આપણે ગ્લોબલ ટ્રેડ માટે તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યું કે વિશ્વમાં થઇ રહેલા ફેરફારોથી અસરગ્રસ્ત નહિ થવું જોઇએ.
 
જિયોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું

નાસકોમ સમિટમાં બોલતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ જિયો અને આઇટી સેક્ટર અંગે વાતો કરી. તેમણે જણાવ્યું કે જિયોએ અમારી અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. લાખો લોકોને જિયો સાથે જોડવામાં આધારે મુખ્ય ભાગ ભજવ્યો છે.
 
ડેટાના બળ પર થશે ચોથી ક્રાંતિ

મુકેશે જણાવ્યું કે ચોથી ક્રાંતિ ડેટા અને કનેક્ટિવિટીના બળ પર થશે. આગામી વર્ષોમાં આઇટી ઇન્ડસ્ટ્રી તેજી સાથે ગ્રોથ કરશે. તેમણે ટેક ઇન્ડસ્ટ્રી અંગે કહ્યું કે ટેકનોલોજીએ સામાન્ય માણસ અનુસાર ઢળવું જોઇએ. મુકેશે જણાવ્યું કે રી-એન્જિનિયરિંગ (જૂની વસ્તુને નવી રીતે બનાવવી) નહિ પરંતુ રી-ઇમેજિંગ (નવી રીતે વિચારવું) જરૂરી છે. ભારતમાં 1.33 અબજ લોકો છે, જે ડેટા બેનિફિટ્સનો ફાયદો લેશે.
 
એન્ટરપ્રિન્યોર હંમેશા પોઝિટિવ રહે છે

એન્ટરપ્રિન્યોરશીપ પર પોતાના વિચારો રજૂ કરતા અંબાણીએ જણાવ્યું કે `એક એન્ટરપ્રિન્યોર હંમેશા પોઝિટિવ રહે છે. તે આશાવાદી હોય છે અને જ્યાં પણ જાય છે ત્યાં પોઝિટિવ એનર્જી ફેલાવે છે.' સમિટના સંબોધન પછી જિયોના ચેરમેનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Trump's policy is beneficial for India IT industry says Mukesh Ambani
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.