• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Trai Directs Reliance Jio To To Withdraw Its Summer Surprise Offer

JIOની `સમર સરપ્રાઇઝ' ઓફર પર ટ્રાઇની મનાઇ, નવા ગ્રાહકોને નહિ મળે ફ્રી સર્વિસીસ

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ રિલાયન્સ જિયોને મોટો ઝાટકો આપ્યો છે. વાસ્તવમાં ટ્રાઇએ જિયોને સમર સરપ્રાઇઝના 3 માસના કોમ્પ્લીમેન્ટરી લાભોને પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. કંપની 15 એપ્રિલ સુધી પ્રાઇમ મેમ્બર બનનારા ગ્રાહકોને સમર સરપ્રાઇઝ ઓફર કરી રહી હતી, જેમાં 30 જૂન સુધી જિયોની બધી સેવાઓ ફ્રીમાં મળવાની હતી. ટ્રાઇના આ આદેશ પર જિયો તરફથી જણાવવામાં આવ્યું છે કે તે નિયામકના આદેશનું પાલન કરશે. જોકે, જેઓ અત્યાર સુધી આ ઓફર લઇ ચૂક્યા છે તેને સમર સરપ્રાઇઝ ઓફરના લાભ મળતા રહેશે.
 
ઝડપથી ઓફર પાછી ખેંચીશું: જિયો
 
જિયો તરફથી જાહેર કરેલી પ્રેસ રીલીઝમાં જણાવ્યું છે કે કંપની ટ્રાઇના આ આદેશને સ્વીકારે છે અને તેને પરત ખેંચવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ચૂકી છે. અમે સમર સરપ્રાઇઝ પ્લાનને ઝડપથી પાછો ખેંચીશું. જોકે, જે ગ્રાહકો આ ઓફરને સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે તેમને 3 મહિના માટે ફ્રી સર્વિસ મળતી રહેશે.
31 માર્ચે કર્યું હતું એલાન

મુકેશ અંબાણીની માલિકીની રિયાલન્સ જિયોએ 31 માર્ચના રોજ પ્રાઇમ મેમ્બરશીપ હેઠળ સસ્તા ડેટા ઓફર કરવાની અંતિમ તારીખ 15 દિવસ વધારી હતી. કંપનીએ 15 એપ્રિલ સુધી 303 રૂપિયાની ચુકવણી કરનાર ગ્રાહકને ત્રણ મહિના કોમ્પ્લીમેન્ટરી ઓફર આપવાની જાહેરાત કરી હતી.
 
સમર સરપ્રાઇઝની કરી હતી જાહેરાત
 
- કંપનીએ 31 માર્ચના રોજ જિયો પ્રાઇમ મેમ્બર્સ માટે જિયો સમર સરપ્રાઇઝની પણ જાહેરાત કરી હતી.
- 31 માર્ચના રોજ આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીએ ગ્રાહકોને મોકલેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, `જિયોના દરેક પ્રાઇમ મેમ્બરને 15 એપ્રિલ સુધી જિયોના 303 રૂપિયા (કે તેનાથી વધારે કિંમતના)ના પ્લાન માટે પહેલા પેઇડ રીચાર્જ પર શરૂઆતના ત્રણ મહિના સુધી કોમ્પ્લીમેન્ટરી બેઝિસ પર સર્વિસીસ મળતી રહેશે.'
- કંપનીએ જણાવ્યું હતું કે, `તમારા પેઇડ ટેરિફ પ્લાન કોમ્પ્લીમેન્ટરી સર્વિસ પૂરી થયા પછી માત્ર જુલાઇથી લાગુ પડશે.'
 
સપ્ટેમ્બરથી ચાલી રહી છે ફ્રી સર્વિસ
 
રિલાયન્સ જિયોએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેની સર્વિસને લોન્ચ કરીને ફ્રી વોઇસ અને ડેટા પ્લાન ઓફર કર્યા હતા અને ડિસેમ્બમાં તેને 31 માર્ચ 2017 સુધી લંબાવવામાં આવ્યા હતા.
 
મળી રહ્યો છે ગ્રાહકોનો સાથ
 
જિયો તરફથી ગ્રાહકોને 31 માર્ચના રોજ એવી માહિતી આપવામાં આવી હતી કે તેની પ્રાઇમ મેમ્બરશીપ લેનારાની સંખ્યા 7 કરોડથી વધુ થઇ છે. જિયોના 10 કરોડથી વધારે ગ્રાહકો ફ્રી સર્વિસીસ લઇ રહ્યા છે.
 
ટીડીસેટે ઊઠાવ્યા હતા સવાલ
 
ગયા મહિને ભારતી એરટેલ અને વોડાફોનની અરજી પર સુનાવણી કરતા ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ એન્ડ એપલેટ ટ્રિબ્યુન્લ (ટીડીસેટ)એ ટ્રાઇને રિલાયન્સ જિયોની ફ્રી પ્રમોશનલ સર્વિસીસ ઓફરની ફરી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો- એરટેલે આપી હતી ચેલેન્જ...
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Trai directs Reliance Jio to to withdraw its summer Surprise offer
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.