• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Samsung Galaxy C9 Pro With 6GB RAM Launched In India At Rs 36,900

સેમસંગનો 6જીબી રેમ સાથેનો ગેલેક્સી સી9 પ્રો ભારતમાં લોન્ચ, જાણો કિંમત-ફિચર્સ

અમદાવાદઃદક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન ગેલેક્સી સી9 પ્રોને લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી સી9 પ્રોનું પ્રી-ઓર્ડર બુકિંગ 27 જાન્યુઆરીથી શરૂ થશે. યૂઝર ઓનલાઇન ઉપરાંત પસંદગીના ઓફલાઇન સ્ટોરથી પણ હેન્ડસેટનું બુકિંગ કરી શકશે. ગેલેક્સી સી9 પ્રોની કિંમત 36,900 રૂપિયા છે. આ સ્માર્ટફોન બ્લેક અને ગોલ્ડ કલરમાં મળશે.
 
કંપની પ્રી-બુકિંગની સાથે ગ્રાહકોને 12 મહિના માટે એક વખત સ્ક્રીન બદલવાની ગેરંટી પણ આપશે. જણાવાયું છે કે સ્માર્ટફોન રિટેલ સ્ટોરમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ઉપલબ્ધ થશે.
 
સેમસંગ ગેલેક્સી સી9 પ્રોના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોન 4જી ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. ફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર ચાલે છે. તેમાં એક ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 653 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીએ પ્રથમવાર પોતાના કોઇ ડિવાઇસમાં 6 જીબી રેમ આપી છે. આ ફોનમાં 6 ઇંચ ફુલ એચડી (1080x1920 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે છે.
 
વાત કરીએ ફોટોગ્રાફિની તો ગેલેક્સી સી9પ્રોમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ તેમજ રિયર કેમેરા છે. 16 મેગાપિક્સલનો રિયર કેમેરા અપર્ચર એફ/1.9 અને એક ડ્યુઅલ એલઇડી ફ્લેશની સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 64જીબી સ્ટોરેજ છે. જેને 256 જીબી સુધી માઇક્રોએસડી કાર્ડ દ્ધારા વધારી શકાય છે.
 
ગેલેક્સી સી9 પ્રોમાં ફિઝિકલ બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર ઇન્ટિગ્રેટેડ છે. આ ફોનમાં 4000 એમએએચની બેટરી જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ગેલેક્સી સી9 પ્રોનો ડાયમેન્શન 162.9x80.7x6.9 મિલીમીટર અને વજન 189 ગ્રામ છે. 
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Samsung Galaxy C9 Pro with 6GB RAM launched in India at Rs 36,900
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.