• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Reliance Jio Launches New Plan Of Rs.399 For 84 Days Validity

રિલાયન્સ Jioએ રજૂ કર્યો નવો પ્લાન, રૂ.399માં 84 દિવસ સુધી બધુ ફ્રી

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની `ધન ધના ધન' ઓફર પૂરી થવાના આરે છે. ત્યારે રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે નવી પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન રજૂ કરી દીધા છે. કંપનીએ નવા પ્લાન જિયો ધન ધના ધન ઓફરના નામે જ રજૂ કરી છે. જોકે, આ વખતે અનેક રીચાર્જના પેક બદલાઇ ગયા છે. વાસ્તવમાં કંપનીએ પહેલાથી કહ્યું છે કે તે અન્ય ટેલિકોમ કંપનીઓ કરતા સતત સસ્તા પ્લાન આપતી રહેશે. રિલાયન્સ જિયોના આ પ્લાનનો લાભ લેવા તમારી પાસે જિયો પ્રાઇમ મેમ્બરશીપ હોવી જરૂરી છે. જાણો નવા પ્લાન વિશે...
 
399માં મળશે 84 જીબી ડેટા
 
રિલાયન્સ જિયોની વેબસાઇટ આપેલી માહિતી પ્રમાણે, આ પ્લાનમાં પ્રીપેડ કસ્ટમર્સને 399 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી સાથે 84 જીબી ડેટા મળશે. એટલે કે દરરોજ ગ્રાહકને 1 જીબી ડેટા મળશે. આ સાથે અનલિમિટેડ કોલિંગ, ફ્રી રોમિંગ અને ફ્રી મેસેજની સુવિધા મળશે. તેની પહેલા એપ્રિલમાં લોન્ચ થયેલી ધન ધના ધન ઓફર પ્રમાણે પ્રાઇમ મેમ્બરશીપ કસ્ટમર્સને માત્ર 309 રૂપિયામાં 84 દિવસો માટે આ બધી સુવિધા મળી રહી હતી. તેના કરતા આ પેકેજ 90 રૂપિયા મોંઘુ છે.
 
309 રૂપિયાનો પ્લાન બંધ થયો નથી
 
કંપનીએ 309 રૂપિયાનો ધન ધના ધન પ્લાન હજુ બંધ કર્યો નથી. આ ઓફરમાં ડેટા વેલિડિટીને વધારી દેવામાં આવી છે. આ ઓફરમાં ગ્રાહકને અનિલિમિટેડ કોલિંગ સહિત દરરોજ 1 જીબી ડેટા અને મેસેજની સુવિધા ફ્રીમાં મળે છે અને તેની વેલિડિટી 56 દિવસની છે. પહેલા આ સુવિધા માત્ર 28 દિવસો માટે મળી રહી હતી. તે ઉપરાંત કંપનીએ પોતાના લગભગ બધા પ્લાનને અપડેટ કર્યા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- જિયો રજૂ કરી રહી છે એવરી ડે મોર વેલ્યુ પ્લાન્સ...
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reliance Jio launches new plan of Rs.399 for 84 days validity
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.