• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Jio And Paytm Appolosies For Using Prime Minister Narendra Modi

Jio અને Paytmએ જાહેરાતોમાં મોદીના ફોટાના ઉપયોગ બદલ માગી માફી, સરકારે મોકલી'તી નોટિસ

અમદાવાદઃ રિલાયન્સ જિયો અને Paytmએ તેમની જાહેરાતોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોનો ઉપયોગ કરવા બદલ માફી માગી છે. સરકારે તેની જાણકારી આપી છે. રિલાયન્સ જિયો એને પેટીએમે નોટબંધી દરમિયાન પૂર્વ મંજૂરી લીધા વિના પીએમ મોદીના ફોટાનો ઉપયોગ પોતાની જાહેરાતોમાં કર્યો હતો. તેની સામે સરકારે બંને કંપનીઓને નોટિસ મોકલી હતી.
 
કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીએ મોકલી હતી નોટિસ
 
પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર્સના કસ્ટોડિયનની ભૂમિકા ભજવતા મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે બંને કંપનીઓને નોટિસ મોકલી હતી. આ નોટિસ મિનિસ્ટ્રીના પ્રતીક અને નામ (અનુચિત ઉપયોગની અટકાયત) કાયદો, 1950 હેઠળ મોકલી હતી. આ કાયદો વડાપ્રધાનની તસવીરોનો કોમર્શિયલ યુઝ માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકે છે.
ઉલ્લેખનીય છે કે નોટબંધી પછી કેશલેસ તથા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજન આપવાના મોદી સરકારના પ્રયાસ પછી Paytmને મોટો ફાયદો થયો છે. તેના પર પણ વિરોધીઓએ વાંધો વ્યક્ત કર્યો છે અને વિરોધ પક્ષોએ Paytm જેવા મોબાઇલ વોલેટ્સને ફાયદો કરાવવા જ મોદી સરકાર પ્રયાસો કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
 
જિયો અને Paytmએ તેમની જાહેરાતોમાં મોદીના ફોટાનો કર્યો હતો ઉપયોગ

- રિલાયન્સ જિયોએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેની 4જી સર્વિસના લોન્ચિંગની ફૂલપેજ જાહેરાતોમાં વડાપ્રધાનના ફોટોનો ઉપયોગ કર્યો હતો. કંપનીએ પોતાની 4જી સર્વિસ વડાપ્રધાન મોદીને સમર્પિત કરતી જાહેરાત તેમના ફોટો સાથે પ્રસિદ્ધ કરી હતી. તેના કારણે રાજકીય પક્ષોએ ઊધડો લીધો હતો અને તે મુદ્દે એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ) પણ થઇ હતી.
 
- એ જ રીતે, 8 નવેમ્બર, 2016ની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી તેના બીજા દિવસે પેટીએમે વડાપ્રધાન મોદીની તસવીર સાથેની જાહેરાત આપીને નોટબંધીના નિર્ણયને આવકાર્યો હતો અને તેના ડિજિટલ વોલેટનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jio and Paytm appolosies for using Prime Minister Narendra Modi
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.