• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» India Can Lead In Technology In The World And Modi Is Techno Savvy Says Mukesh Ambani

ટેકનોલોજી સમજતા નેતા મળ્યા તે ખુશીની વાત- અંબાણીએ મોદીના કર્યા વખાણ

નવી દિલ્હીઃદેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જણાવ્યું છે કે ટેકનોલોજીને સમજનાર નેતા મળ્યા તે દેશ માટે ખુશીની વાત છે. વડાપ્રધાન મોદી ડિજિટલ ઇન્ડિયાને ઉત્તેજન આપી રહ્યા છે. રિલાયન્સ જિયો વિશે તેમણે કહ્યું કે જિયોએ ભારતને દુનિયામાં સૌથી વધુ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરનાર દેશ બનાવ્યો છે. 2019 સુધીમાં જિયો સમગ્ર દેશમાં પહોંચી જશે.ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેત્તૃત્વ કરી શકે છે...
 
- ઇન્ડિયાટુડે કોન્ક્લેવ 2017ના આજે બીજા સેશનમાં વ્હાય ટેકનોલોજી વિલ ચેઇન્જ ઇન્ડિયાઃ ધી ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી ઓપ્ટિમિસ્ટ વિષય પર મુકેશ અંબાણીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
- તેમણે જણાવ્યું કે, `ઇ-ગવર્નન્સ મારફત દેશની સિસ્ટમ પારદર્શક બની શકે છે.'
- `ડિજિટલ ટેકનોલોજીથી બીજી હરિત ક્રાંતિ શક્ય છે. ડિજિટલ ટેકનોલોજી કૃષિ, આરોગ્ય ક્ષેત્રની તસવીર બદલી શકે છે.'
 
ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે ભારતઃ મુકેશ અંબાણી
 
- રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, `વિશ્વ આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના દરવાજે છે. ભારત ટેકનોલોજીમાં આખી દુનિયાની આગેવાની લઇ શકે એમ છે. એટલે કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે.'
- તેમણે કહ્યું કે, `આજના ભારતને કોઇ રોકી શકે એમ નથી.'
- ભારતની પ્રગતિ અંગે તેમણે વધુમાં કહ્યું કે, `બહુ જલદીથી ભારત વિશ્વના ટોચના 3 અર્થતંત્રોમાં સામેલ થઇ જશે.'
- `ભારતના ઉદ્યોગપતિઓએ આખી દુનિયામાં નામના મેળવી છે'
 
દીકરીએ Jio લોન્ચ કરવાની પ્રેરણા આપી
 
- રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણી જિયો અંગે પણ કેટલીક મહત્ત્વની વાતો કરી હતી. તેમણે કહ્યું કે, તેમની પુત્રીએ તેમને jio લોન્ચ કરવા પ્રેરિત કર્યા હતા.
- જિયો અંગે તેમણે કહ્યું કે, `Joi મારફત દેશની લાખો સ્કૂલોને ઇન્ટરનેટથી જોડવામાં આવશે.'
- `Jioના લોન્ચ પછી ભારત વિશ્વમાં સૌથી વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરતો દેશ બન્યો છે.'
- ` ફેસબૂક, વ્હોટસઅપ કરતા પણ વધુ ઝડપથી જિયોનો વ્યાપ વધ્યો છે.'
- તેમણે જિયો અંગે વધુમાં કહ્યું કે, `2019 આખા દેશમાં જિયો પહોંચી જશે.'
 
નાણાં મારા માટે મહત્ત્વના નથીઃ અંબાણી

- મુકેશ અંબાણીએ પોતાના પ્રવચનમાં કેટલીક અંગત પસંદ અને નાપસંદ અંગે પણ પોતાનો મત રજૂ કર્યો હતો.
- તેમણે કહ્યું કે નાણાં મારા માટે બહુ મહત્ત્વના નથી.
- રાજકારણ વિશે કહ્યું કે, `રાજકારણ મારા માટેની રમત નથી.'
- તેમણે કહ્યું કે `મારે બીજે ક્યાંય જવું નથી. બસ, મુંબઇ જ મારું ઘર છે.'
- આ ઉપરાંત તેમણે ટેકનોલોજી ગરીબી અને બેરોજગારીમાં મદદરૂપ બની શકે છે એવો મત વ્યક્ત કર્યો હતો.
- તેમણે કહ્યું કે, `ટેકનોલોજી બરાબરીની તક આપે છે.'
- `બેરોજગારી અર્થતંત્ર માટે એક મોટો પડકાર છે.'
- `પ્રગતિની તક ન મળવી એ જ અસલી ગરીબી છે.'
- તેમણે કહ્યું કે, અપ્રવાસી ભારતીયો સ્વદેશ પાછા ફરે તે ફાયદાકારક છે.
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India can lead in technology in the world and Modi is techno savvy says Mukesh Ambani
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.