• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Despite TRAI Order Jio Summer Surprise Offer Can Be Available For Short Time

હજુ બંધ નથી થઇ Jioની સમર સરપ્રાઇઝ ઓફર, મોકો છે જલ્દી કરો

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની સમર સરપ્રાઇઝ ઓફર હજુ બંધ નથી થઇ. કંપની તરફથી સમર સરપ્રાઇઝ ઓફરના નોટિફિકેશન હજુ પણ આવી રહ્યા છે. કંપનીની વેબસાઇટ પર હજુ પણ સમર સરપ્રાઇઝ ઓફરને ડિલીટ કરવામાં આવી નથી. જિયો સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે તેમને ટ્રાઇના આદેશનો અમલ કરવામાં થોડો સમય લાગશે. બીજી બાજુ, ટ્રાઇએ પણ જિયોને થોડોક સમય આપવાનો ઇશારો કર્યો છે. કંપની તરફથી હજુ પણ આવી રહ્યા છે નોટિફિકેશન... 
 
ઓફર બંધ કરવામાં લાગશે થોડો સમય

- જિયોએ જણાવ્યું છે કે તે ટ્રાઇના નિર્ણયનું પાલન કરશે અને આ ઓફરને બંધ કરી દેશે.
- બીજી બાજુ, કંપનીનું કહેવું છે કે સમર સરપ્રાઇઝ ઓફરને રાતોરાત બંધ ન કરી શકાય.
- એક અધિકારીના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે કોઇ ઓફરને આખી સિસ્ટમમાં અપલોડ કરવાની પ્રક્રિયામાં 10થી 15 દિવસ લાગે છે.
- તેથી તેને દૂર કરવામાં થોડો સમય લાગી શકે છે.
- તેથી જ્યાં સુધી અમે તેને દૂર ન કરીએ ત્યાં સુધી રીચાર્જ કરનારાઓને આ ઓફર મળતી રહેશે.
 
ટ્રાઇએ આપ્યો છે થોડા દિવસનો સમય

- અગાઉ એવા અહેવાલ હતા કે ટ્રાઇએ જિયોને તેની સમર સરપ્રાઇઝ ઓફર તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે.
- જોકે, ટ્રાઇના એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમને આશા છે કે જિયો તેની લેટેસ્ટ ફ્રી ઓફર થોડાક દિવસોમાં પાછી ખેંચી લેશે.
- ટેકનિકલ રીતે જિયોને પોતાની ઓફર પાછી ખેંચવામાં થોડોક સમય લાગી શકે છે.
 
આગળ જાણો- ક્યાં સુધી મળતી રહેશે સમર ઓફર
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Despite TRAI order Jio summer surprise offer can be available for short time
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.