• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Snapdeal Founders Summoned For Usurping Marketing Concept

સ્નેપડીલના ફાઉન્ડર્સ પર છેતરપીડીનો આરોપ, કોર્ટે મોકલ્યું સમન

સ્નેપડીલના ફાઉન્ડર્સ પર છેતરપીડીનો આરોપ, કોર્ટે મોકલ્યું સમન
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની સ્નેપડીલના સીઈઓ કુનાલ બહલ અને બે લોકો પર છેતરપીડીનો આરોપ લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેમને સમન મોકલ્યું છે. તેમની વિરુધ્ધ એક એન્ટરપ્રેન્યોરએ માર્કેટિંગ કોનસેપ્ટને ગેરકાયદેસર રીતે યુઝ કરવાના મામાલામાં ફરીયાદ નોંધાવી છે. 
 
સીઈઓ અને સીઓઓને મોકલી નોટિસ
 
એડિશન સેશન્સ જજ આર.કે. ત્રિપાઠીએ સ્નેપડીલના સીઈઓ કુણાલ બહલ, સીઓઓ રોહિત બંસલ અને કંપનીના પૂર્વ પ્રમુખ ફાઈનાન્શિયલ ઓફિસર વિજય અજમેરાને નોટીસ ઈસ્યું કરી છે. આ તમામ પર આરોપ છે કે તેમણે એન્ટરપ્રેન્યોર ગૈરવ દુવાના માર્કેટપ્લેસ મોડલને કોપી કરી છે.
 
શું છે આરોપ
 
એન્ટરપ્રેન્યોર ગોરવ દુઆએ આરોપ લગાવ્યો છે કે કંપનીના અધિકારીઓએ તેમના નોન-ઈન્વેન્ટરી હોલ્ડિંગ માર્કેટપ્લેસ મોડલ ફોર રિટલના કોનસેપ્ટ પર સહયોગ ન કર્યો, પરતું તેને છેતરપીડી કરીને હડપ કરી લીધો. દુઆએ કંપનીના ફાઉન્ડર્સ (બહલ અને બંસલ) અને પૂર્વ સીએફઓની વિરુધ્ધ આઈપીસીના સેકશન 420 (છેતરપીડી), 406( ભરોસો તોડવાનો અપરાધ) અને 120 બી (અપરાધિક કાવતરું) અંતર્ગત ફરીયાદ નોંધાવી હતી. જેને ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં દુઆએ સેશન કોર્ટમાં રિવાઈઝડ પિટિશન દાખલ કરી હતી.
 
ફન્ડ એકત્રિત કરવાના બહાને કરી છેતરપીડી
 
ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે કે દુઆ એક એન્જિનિયર અને એન્ટરપ્રેન્યોર છે. તેમણે 1999માં marketsdelhi.com અને 2005માં indianretail.net પોર્ટલ્સની સ્થાપના કરી હતી. દુઆએ દાવો કર્યો છે કે ભારતમાં 'નોન-ઈન્વેન્ટરી હોલ્ડિંગ માર્કેટપ્લેસ મોડલ ફોર રિટેલ'ના બ્રેન હતા, જોકે સ્નેપડીલના ઓફિશિયલ્સે તેમના બિઝનેસ માટે ફન્ડ એકત્રિત કરવાના નામે તેમની સાથે છેતરપીંડી કરી.
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Snapdeal Founders Summoned For Usurping Marketing Concept
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.