• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Snapdeal And Flipkart Deal May Leave Staff Richer By Rs 193 Cr

ફલિપકાર્ટ સાથે ડીલ થઈ તો સ્નેપડીલના કર્મચારીઓને મળશે 193 કરોડ, ફાઉન્ડર્સ આપશે 50% હિસ્સો

નવી દિલ્હીઃ સામાન્ય રીતે કંપનીઓના વેચાણથી કર્મચારીઓને નુકશાન વેઠવું પડે છે. જોકે સ્નેપડીલના મામલામાં આવું નથી. આશા છે કે આ કંપની કર્મચારીઓને 193 કરોડની બોનાઝા ઓફર કરી શકે છે.

સ્નેપડીલનું ફલિપકાર્ટમાં મર્જર થવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો ડીલ થઈ જશે તો ફાઉન્ડર્સ તેના હિસ્સાનો અડધો એટલે કે 3 કરોડ ડોલર તે સ્કીમમાં આપશે, જે સ્નેપડીલના હાલના તમામ કર્મચારીને કવર કરશે. હાલ કંપનીમાં 1500થી 1200 લોકો કામ કરી રહ્યાં છે. 

ફાઉન્ડર્સ આપી રહ્યાં છે 50 ટકા હિસ્સો
 
સ્નેપડીલ ફાઉન્ડર્સે બોર્ડને કહ્યું કે તેમના હિસ્સાની સેટલમેન્ટ રાશિમાંથી લગભગ 193 કરોડ રૂપિયા નિકાળી લેવામાં આવે. એ તે નક્કી કરવા માંગે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ટીમ અલગ-અલગ ન રહે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગત એક વર્ષ દરમિયાન કંપની છોડી ચુકેલા અને સિનિયર અધિકારીઓને પણ તેનાથી ફાયદો થઈ શકે છે. તેમનો હેતું એમ્પલોઈ સ્ટોક ઓપ્શન પ્લાનને સ્વીકાર કરનાર વરિષ્ઠ કર્મચારીઓને તેના બદલામાં કોમપેનસેટ કરવાનો છે. એક અધિકારીએ કહ્યું કે જેવી મર્જરની ડીલ સાઈન થઈ જાય છે, તેમના શેરની વેલ્યુ કયાંય નહિ જાય. એવા કર્મચારીઓને પણ ફાયદો પહોંચાડવામાં આવશે, જેમણે એમ્પલોઈ સ્ટોક એકસચેન્જ ઓપશનનો સ્વીકાર કર્યો ન હતો.
 
ફાઉન્ડર્સને મળશે 6 કરોડ ડોલર
 
જો આ ડીલ થઈ જાય છે તો સ્નેપડીલના ફાઉન્ડર્સને 6 કરોડ ડોલર મળશે. તેનો અડધો હિસ્સો તે કર્મચારીઓને આપવા માંગે છે. સ્નેપડીલમાં સૌથી વધુ પૈસાનું રોકાણ કરનારી જાપાનની સોફટબેન્કે તેને ફલિપકાર્ટને વેચવાની પ્રોસેસ શરૂ કરી છે. બોર્ડના સભ્ય આ બાબતને લઈને રાજી થઈ ગયા છે. તેમાં કુણાલ બહલ અને રોહિત બંસલ પણ સામેલ છે. આ સિવાય શરૂઆતના ઈન્વેસ્ટર્સ કલ્લરી અને નેક્સસ વેન્ચર પાર્ટનર્સ પણ તેના માટે તૈયાર છે. 
 
આગળ વાંચો, સ્નેપડીલમાં કોનો કેટલો છે હિસ્સો...
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Snapdeal And Flipkart Deal May Leave Staff Richer By Rs 193 Cr
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.