• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Reliance Capital Sells His Stake From Paytm To Alibbaba Group For Rs.275 Crore

રિલાયન્સ કેપિટલે Paytmમાંથી હિસ્સો અલીબાબાને વેચ્યો, રૂ.275 કરોડનો સોદો

નવી દિલ્હીઃ અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપની  રિલાયન્સ કેપિટલે Paytmમાંથી પોતાનો હિસ્સો અલીબાબા ગ્રુપને વેચી દીધો છે. જાણવા મળેલી માહિતી અનુસાર, આ સોદો રૂ.275 કરોડમાં થયો છે. રિલાયન્સ કેપિટલે પેટીએમમાં હિસ્સા માટે રૂ.10 કરોડનું રોકાણ કર્યું હતું. આ સોદા પછી પણ રિલાયન્સ કેપિટલ પાસે પેટીએમમાં ફ્રી ઓફ કોસ્ટ શેર રહેશે. રિલાયન્સ કેપિટલનો Paytmમાં હતો 1 ટકા હિસ્સો...
 
- અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલ પાસે ડિજિટલ પેમેન્ટ કંપની Paytmમં આશરે 1 ટકા હિસ્સો હતો.
- આ સોદાથી Paytmનું વેલ્યુએશન આશરે 4 અબજ ડોલર (આશરે રૂ.27,000 કરોડ)થી વધુ થઇ જશે. Paytmમાં પહેલાથી અલીબાબા ગ્રુપનું મોટું રોકાણ છે.
 
રિલાયન્સ કેપિટલ પાસે રહેશે થોડો હિસ્સો

- સૂત્રો જણાવે છે કે રિલાયન્સ કેપિટલ પાસે Paytm ઇ-કોમર્સમાં થોડા શેર રહેશે. આ શેર પેરેન્ટ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બદલે ફ્રીમાં મળ્યા હતા.
- હાલમાં Paytmએ જે ભંડોળ મેળવ્યું હતું તે પછી તેનું વેલ્યુએશન 1 અબજ ડોલર થઇ ગયું હતું.
- રિલાયન્સ કેપિટલના પ્રવક્કતાએ આ સોદા અંગે કશું જણાવ્યું નથી. જ્યારે પેટીએમ તરફથી પણ કોઇ નિવેદન કરવામાં આવ્યું નથી.
 
નોન-કોર બિઝનેસથી બહાર નિકળશે રિલાયન્સ કેપિટલ

- રિલાયન્સ કેપિટલે તાજેતરમાં જણાવ્યું હતું કે તે પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં ફેરફાર કરશે. કંપનીની યોજના પોતાના નોન-કોર બિઝનેસમાંથી બહાર નિકળવાની છે.
- ગયા વર્ષે ડિસેમ્બરમાં પેટીએમના ફાઉન્ડર એન્ડ સીઇઓ વિજય શેખર શર્માએ વન97 કોમ્યુનિકેશન્સમાં પોતાનું 1 ટકા હોલ્ડિંગ વેચીને 325 કરોડ એકઠા કર્યા હતા. વન97 પેટીએમની પેરેન્ટ કંપની છે.
- આ નાણાને ગ્રુપની પેમેન્ટ્સ બેન્ક ઓપરેશન્સમાં લગાવવામાં આવ્યા છે, જે ટૂંકસમયમાં શરૂ થવાના છે. અલીબાબા સિંગાપોર ઇ-કોમર્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ SAIF પાર્ટનર્સ પેટીએમના ઓનલાઇન માર્કેટપ્લેસ યુનિટમાં 200 મિલિયન ડોલર ઇન્વેસ્ટ કરવાનું છે.
 
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reliance Capital sells his stake from Paytm to Alibbaba group for Rs.275 crore
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.