• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Paytm To Now Levy 2% Fee On Wallet Recharge Using Credit Card

Paytmએ ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર 2% ચાર્જ લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો

નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ મારફત Paytm વોલેટમાં નાણાં મોકલવામાં હવે તમારી પાસે 2 ટકા એક્સ્ટ્રા ચાર્જ નહિ લેવાય. સોશ્યલ મીડિયા પર યુઝર્સ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવતા Paytmએ 24 કલાકમાં જ તેનો નિર્ણય પાછો ખેંચ્યો છે. કંપનીએ કહ્યું કે ક્રેડિટ કાર્ડનો દૂરુપયોગ રોકવા માટે તે કોઇ નવું ફીચર શરૂ કરશે.
 
પેટીએમના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ દીપક એબોટે જણાવ્યું કે, અમારી પ્રાથમિકતા અમારા ગ્રાહકો છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ કે તેમણે ટ્રાન્ઝેક્શન કરવા માટે પેટીએમને પસંદ કર્યું. અમે ડિજિટલ ક્રાંતિમાં લાખો ભારતીયોને સામેલ કરવાના અમારા લક્ષ્ય પર ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે નોટબંધીની જાહેરાત પછી પેટીએમે નાના દુકાનદારો માટે 0 ટકા પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી, જેથી તેઓ વોલેટનો વધારે ઉપયોગ કરી શકે.

મોબિ ક્વિકને રહ્યું સેવાઓ રહેશે ફ્રી
 
બીજી બાજુ, અન્ય મોટી મોબાઇલ વોલેટ કંપની મોબી ક્વિકે કોઇ પ્રકારની ફ્રી વસૂલ કરવાનો ઇન્કાર કર્યો છે. કંપની તરફથી આવેલા નિવેદનમાં કહ્યું છે કે તે પોતાના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડથી કોઇ ચાર્જ લીધા વિના નાણાં ઉપલોડ કરવાની સર્વિસ ચાલુ રાખશે.
 
પેટીએમે કેમ આમ કર્યું
 
જુદા જુદા યૂઝર્સ પેટીએમનો ઉપયોગ કરી ક્રેડિટ કાર્ડ્સ દ્ધારા ફ્રી ક્રેડિટ પ્રાપ્ત કરીને કામ કરી રહ્યા હતા. યૂઝર્સ પેટીએમ વોલેટમાં નાંખવામાં આવેલા રૂપિયાને ઝીરો ટ્રાન્ઝેક્શન કોસ્ટ પર બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. આવામાં પેટીએમ વોલેટમાં રાખેલા રૂપિયાને બેન્ક એકાઉન્ટમાં પાછા ટ્રાન્સફર કરવા પર કોઇ ફી નહોતી લેવાતી. પેટીએમના જણાવ્યા અનુસાર જો ગ્રાહક કાર્ડ નેટવર્ક પર ક્રેડિટ કાર્ડનો યૂઝ કરે છે તો પેટીએમને ચાર્જ આપવો પડે છે. તો કોઇ યૂઝર રૂપિયા નાંખીને પાછા બેન્કમાં ટ્રાન્સફર કરે છે તો અમને નુકસાન થાય છે.
 
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Paytm to now levy 2% fee on wallet recharge using credit card
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.