• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Paytm Payments Bank Offers 4 Percent Interest And Cashback On Deposits

Paytm ની પેમેન્ટ્સ બેન્ક શરૂ, 25 હજાર જમા કરવા પર મળશે 250 રૂ.નું કેશબેક

નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ્સ કંપની પેટીએમે મંગળવારે પોતાની પેમેન્ટ્સ બેન્ક લોન્ચ કરી. આ બેન્ક પોતાના કસ્ટમર્સને ડિપોઝિટ પર 4 ટકા વ્યાજ સાથે કેશબેક આપશે. જે હેઠળ, જો તમે પેટીએમ બેન્કના ખાતામાં 25,000 રૂપિયાની ડિપોઝિટ કરો છો તો તેની પર તમને 250 રૂપિયા કેશબેક મળશે. આ ઉપરાંત, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પર કોઇ ચાર્જ નહીં આપવો પડે. મિનિમમ બેલેન્સ પણ ફરજીયાત નથી. પેટીએમ બેન્કે 2020 સુધી 50 કરોડ કસ્ટમર બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. 400 કરોડ રૂપિયાનું શરૂઆતી રોકાણ... 
 
- પેટીએમ પેમેન્ટ્સ બેન્ક આવતા બે વર્ષમાં દેશભરમાં પોતાનું બેંકિંગ નેટવર્ક બનાવવા માટે 400 કરોડ રૂપિયાનું પ્રારંભિક ઇન્વેસ્ટમેન્ટ કરશે. આ બેન્કને ચીની કંપની અલીબાબા અને જાપાની ગ્રુપ સોફ્ટબેન્કનો ફાઇનાન્સિયલ સપોર્ટ છે.
- પેટીએમ પેમેન્ટ બેન્કમાં કોઇ પણ સામાન્ય બેન્કની જેમ ખાતુ ખોલાવી શકાય છે.
 
 
આ રીતે ખુલશે એકાઉન્ટ
- પેટીએમ તરફથી યૂઝર્સને મોકલવામાં એસએમએસમાં કહેવામાં આવ્યું છે કે વોલેટમાં રાખેલા યૂઝર્સના રૂપિયાને પેટીએમ પેમેન્ટ બેન્ક (પીપીબીએલ) માં ટ્રાન્સફર કરવામાં આવશે.
- પેટીએમ પાસે હાલ 22 કરોડ કસ્ટમર્સ છે. જે તેના ડિજિટલ વોલેટનો યૂઝ કરી રહ્યા છે. તેનું વોલેટ જ હવે પેમેન્ટ બેન્કમાં ફેરવાઇ જશે.
- ત્યાર બાદ યુઝર્સે કેવાયસી કરાવવી પડશે અને એકાઉન્ટ ખુલી જશે.
 
મળશે આ સર્વિસ અને ઓફર
 
-  બેન્ક IMPS, NEFT, and RTGS જેવા ઓનલાઇન ટ્રાન્ઝેક્શની સર્વિસ ફ્રી ઓફ કોસ્ટ આપશે. સાથે જ ડિપોઝિટ પર કસ્ટમર્સને 4 ટકા વ્યાજ પણ મળશે.
- કંપની બધા ગ્રાહકોને એકાઉન્ટ ફ્રી ઓફ કોસ્ટ ખોલશે. સાથે જ ડિપોઝિટ પર કેશબેન આપનારી આ પ્રકારની પહેલી બેન્કિંગ કંપની હશે. 
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Paytm Payments Bank Offers 4 Percent Interest And Cashback On Deposits
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.