• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Government Will Give Legal Permission To Regulate E-Pharmcy

6 માસમાં મળશે ઓનલાઇન દવા વેચાણને મંજૂરી, સરકાર કરશે રેગ્યુલેશન

નવી દિલ્હીઃકેન્દ્ર સરકારે ઇ-ફાર્મસીને રેગ્યુલેટ કરવાની સ્કીમ તૈયાર કરી દીધી છે. 6 માસમાં ઇ-ફાર્મસી માટે નોર્મ્સ તૈયાર કરી દેવામાં આવશે અને તેને કાયદાકીય મંજૂરી પણ મળી જશે. હેલ્થ મિનિસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે ઇ-ફાર્મસીના રેગ્યુલેશન માટે એક સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે, જેથી કોઇ પ્રકારે દૂરુપયોગ ન થઇ શકે. નોઇડા બેઝ્ડ કંપની ઇ-ફાર્મસી માટે નવું પોર્ટલ તૈયાર કરશે. કેટલીક દવાઓના વેચાણ પર પ્રતિબંધ પણ લાગશે...
 
- સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇ-ફાર્મસીના વર્તમાન માળખામાં ફેરફાર કરવામાં આવશે. કેટલીક દવાઓના ખોટા ઉપયોગને રોકવા માટે તેના વેચાણ પર પ્રતિબંધ મૂકાઇ શકે છે.
- ઉલ્લેખનીય છે કે હાલ અનેક ઇ-કોમર્સ કંપનીઓ એડવર્ટાઇઝિંગ મારફત દવાઓનું વેચાણ કરી રહી છે. પરંતુ કાયદેસર રીતે તેની મંજૂરી નથી. ઇ-ફાર્મસી મારફત દવાઓના મિસયુઝના દાખલા પણ બહાર આવ્યા છે. તે પછી સરકારે તેને રેગ્યુલેટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
- સરકાર દ્વારા બનાવાયેલી ગાઇડલાઇનના કાર્યક્ષેત્રમાં ઓનલાઇન દવા વેચનારી બધી કંપનીઓ આવશે.
 
નવી ગાઇડલાઇનમાં શું છે?

- જાણકારોના જણાવ્યા અનુસાર, ડીજીસીઆઇ દ્વારા ઇ-ફાર્મસી પર રીલ્યુ માટે ગયા વર્ષે બનેલી કમિટીએ શિડ્યુઅલ એચ-1 અને શિડ્યુઅલ-એક્સમાં સામેલ દવાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે.
- ઓટીસી અને ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનવાળી દવાઓ તેના મારફતે વેચી શકાય છે. જોકે, ઓનલાઇન દવાઓને ખરીદવા માટે ડોક્ટર દ્વારા લખાયેલું પ્રીસ્ક્રિપ્શન જરૂરી બનશે. પ્રીસ્ક્રિપ્શનની ખરાઇ કર્યા વિના કોઇ પણ ઇ-કોમર્સ કંપની દવા નહિ વેચી શકે.
 
આ દવાઓ પર લાગશે પ્રતિબંધ

- નવી ગાઇડલાઇનમાં નારકોટિક મેડિસિ જેવી કે મોર્ફિન અને હેબિટ ફોર્મિંગ મેડિસિન જેવી ઊંઘની ગોળીઓ ઇ-કોમર્સના પ્લેટફોર્મ પર વેચવા પર પ્રતિબંધ આવી શકે છે.
- તે માટે સાઇડ ઇફેક્ટવાળી કેટલીક દવાઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. દવાઓનો દૂરુપયોગ થતો અટકાવવા માટે આવું કરવામાં આવ્યું છે.
 
ફાર્માસિસ્ટનું ઓથેન્ટિકેશન પણ જરૂરી

- ઇ-કોમર્સ કંપનીઓ પોતાની વેબસાઇટ કે મોબાઇલ એપ પર પોતાના પ્લેટફોર્મ સાથે જોડાયેલા ફાર્માસિસ્ટ્સના લોગો, લાઇસન્સ, કોન્ટેક્ટ વગેરેની જાણકારી આપવી જરૂરી બનશે. કંપનીઓએ પોતાના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બધી દવાઓના લિસ્ટની સાથે તેમને બનાવનારી કંપનીઓના નામ તથા ક્વોલિટી પણ બતાવવી પડશે.
 
જરૂરી પરંતુ ફેરફારની જરૂર

- ગયા વર્ષે ઇ-ફાર્મસી પર રીવ્યુ કરવા માટે બનાવેલી રીવ્યુ કમિટીએ કેટલાક ફેરફારો સાથે તેને જરૂરી ગણાવ્યું હતું અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી માટે ભલામણ કરી હતી. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, ઇ-ફાર્મસી જરૂરી બની છે.
- ઇન્ટરનેટનો વ્યાપ વધવાના કારણે લોકોને તેનો ફાયદો મળી રહ્યો છે. તે માટે ઘેર બેઠા 24 કલાકમાં દવાઓની પ્રાપ્યતા રહે છે. જોકે, ભારતમાં ઇ-ફાર્મસીનું મોડલ હજુ રેગ્યુલેટ નથી થયું. તેથી કેટલીક ફરિયાદો આવી રહી છે. આના કારણે એક નક્કી ગાઇડલાઇનથી મોડેલને રેગ્યુલેટ કરવાની જરૂર છે.
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government will give legal permission to regulate e-pharmcy
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.