• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Flipkart Gets Huge Funding Of Rs.9300 Crores From Microsoft And Other Two Companies

Flipkartને માઇક્રોસોફ્ટ સહિત 3 કંપનીઓ પાસેથી મળ્યું રૂ.9,300 કરોડનું જંગી ભંડોળ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને માઇક્રોસોફ્ટ તેમજ ઇબે અને ટેનસેંટ તરફથી રૂ.9300 કરોડનું ભંડોળ મેળવ્યું છે. આ ભંડોળ તેને એવા સમયે મળ્યું છે કે જ્યારે ફ્લિપકાર્ટ બીજા નંબરની ઇ-કોમર્સ કંપની સ્નેપડીલને ખરીદવાની વાતચીત કરી રહી છે. અત્યાર સુધીનું સૌથી મોટું ફન્ડિંગ... 
 
- કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 10 વર્ષ જૂની ફ્લિપકાર્ટને આ અત્યાર સુધીનું સૌથી વધુ ફન્ડિંગ મળ્યું છે. એટલું જ નહિ, કોઇપણ ભારતીય ઇન્ટરનેટ કંપની તરફથી મેળવવામાં આવેલું આ સૌથી વધુ ભંડોળ છે.
- કંપનીએ જાહેરાત કરી છે કે આ ફન્ડિંગ પછી ફ્લિપકાર્ટની વેલ્યુ 11.6 અબજ ડોલર (આશરે રૂ.76,000 કરોડ) થઇ છે.
- માઇક્રોસોફ્ટ હવે ફ્લિપકાર્ટની સાથે સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર તરીકે જોડાઇ છે. ફ્લિપકાર્ટમાં હાલના ઇન્વેસ્ટર્સ ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, નેસ્પર ગ્રુપ, એક્સેલ પાર્ટનર્સ અને ડીએસટી ગ્લોબલ છે.
- ટેનસેંટ પાસે સોશ્યલ મેસેજિંગ એપ વીચેટ છે. તેણે અનેક ઓનલાઇન કંપનીઓ જેવી કે પ્રેક્ટો, આઇબીબો વગેરેમાં રોકાણ કર્યું છે.
 
ફ્લિપકાર્ટે શું જણાવ્યું?

- ફ્લિપકાર્ટે ફાઉન્ડર્સ સચિન બંસલ અને બિન્ની બંસલે આને લેન્ડમાર્ક ડીલ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ સોદો કંપનીના ટેક કૌશલ્ય, ઇનોવેટિવ માઇન્ડસેટ અને કોમર્શિયલ સેક્ટર બજારોમાં સંભાવનાને પુરવાર કરે છે. 
- ફ્લિપકાર્ટ પાસે મિન્ત્રા, જબોંગ, ફોનપે અને ઇકાર્ટ જેવી પોપ્યુલર ઇન્ડિયન બ્રાંડ્સ છે.
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Flipkart gets huge funding of Rs.9300 crores from Microsoft and other two companies
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.